નથુરામ ગોડસેની પ્રતિમા મૂકવાનો હિન્દુ સેનાના નિર્ણયથી હોબાળો

0
1038

ગાંધીજીના હત્યા કરનારની 15મી નવેમ્બરે પ્રતિમા મૂકવાનો હિન્દુ સેનાના નિર્ણયથી હોબાળો

જામનગર: મહાત્મા ગાંધીજીની હત્યામાં 15મી નવેમ્બરે ફાંસીએ ચડેલા નથુરામ ગોડસેની પ્રતિમા જામનગરમાં મૂકવાનો વિવાદાસ્પદ નિર્ણય હિન્દુ સેનાએ લેતાં ખળભળાટ મચ્યો છે.

આ માટેની પહેલી બેઠક બુધવારે રાત્રે જામનગરમાં દ્વારકાધીશ મંદિરમાં મળી હતી. આ મીટિંગમાં હિન્દુ સેનાના 8 સભ્યોએ હાજર રહીને નથુરામ ગોડસેના જીવનચરિત્ર પર ચર્ચા કરી હતી. યુવાનોમાં જોમ અને જુસ્સો લાવવા માટે ગોડસેની પ્રતિમા મૂકવાનો નિર્ણય કરાયો હોવાનું જાણવા મળેલ છે.

જામનગરના દ્વારકાધીશ મંદિરમાં બુધવારે રાત્રે હિન્દુ સેનાની મળેલી બેઠકમાં આગામી 15 નવેમ્બર 2021ના રોજ નથુરામ ગોડસેની પુણ્યતિથિ નિમિત્તે જામનગરમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવાનો વિવાદાસ્પદ નિર્ણય લેવાતાં હડકંપ મચી ગયો છે.

આ બેઠકમાં ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટ, સૌરાષ્ટ્ર યુવા પ્રમુખ મયૂર પટેલ, રાજદીપ ગોહિલ, ભાવેશ ઠુંમર, યોગેશ અમરેલિયા, ધીરેન નંદા સહિતના સૈનિકોએ હોંશભેર જવાબદારી સંભાળી હતી.