જામનગર જિલ્લા જેલમાં સલાયાના ચાર કેદીનો જેલ સહાયક પર હિચકારો હુમલો
કેદી એ પોતાની જાતે માથું ફોડી ને ગાર્ડે માર માર્યાનો કર્યો આક્ષેપ: CCTV ફૂટેજ કેદીની પોલ ખોલી નાખીજેલ સહાયક કૃષ્ણરાજસિંહ જાડેજાને ઇજા પહોંચતા જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ
ચારેય કેદી સલાયામાં પોલીસ પાર્ટી પર કરેલા હુમલા આરોપી
ચારેય કેદી વિરુદ્ધ જેલ બદલી સહિતની કાર્યવાહી થશે. જિલ્લા જેલ સુપ્રિટેન્ડન્ટ
જામનગર જિલ્લા જેલમાં ચાર કેદીએ અચાનક જેલ સહાયક પર હુમલો કરતાં અફડાતફડી મચી જવા પામેલદેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : જામનગર જિલ્લા જેલમાં આજરોજ જેલ સહાયક કૃષ્ણરાજસિંહ જાડેજા આજરોજ સવારના આશરે ૦૯.૩૦ કલાકે સાલમતી વિભાગમાં હજામફલનું કામ ચાલું હતું તે સમયે સલામતી વિભાગના દરવાજો બંધ થતા કાચા આરોપી એજાજ રજાકભાઇ સંધાર દરવાજો ખોલીને બહાર જતો હતો તેને સહાયક દ્વારા રોકતા આરોપી ઉશ્કેરાઇ જઇ જેલ સહાયક ઉપર રીઝવાન રજાકભાઇ સંધાર ,અસગર રજાકભાઇ સંઘાર ,અબ્દુલ કરીમ સલીમ ભગાડ સહિત નાઓએ ગાળો ભાંડી જેલ સહાયક સાથે ઝપાઝપી કરી કાનના ભાગે માર મારેલ જેલ સહાયકે બૂમાબૂમ કરતા સર્કલ પરના કર્મચારીઓ દોડી આવતા એજાજ રજાક સંધારે પોતાના હાથે માથું પછાડી ગાર્ડે માર માર્યાનો આક્ષેપ કરવા લાગ્યો
જેલ સહાયક પર હુમલો કરનાર વિરુદ્ધ તાજેતરમાં સલાયામાં પોલીસ પાર્ટી ઉપર હુમલો કરવાના ગુનામાં એજાજ રજાકભાઇ સંધારે ( ૨ ) રીઝવાન રજાકભાઇ સંધાર ( 3 ) અસગર રજાકભાઇ સંઘાર ( ૪ ) અબ્દુલ કરીમ સલીમ ભગાડ સહિત નાઓ સામે સલાયા ખાતે પોલીસ સામે થયેલ માથાકુટ ના ગુન્હા સબબ સલાયા મરીન પોલીસ સ્ટેશન ગુ.ર.નં .૨૬૫ / ૨૦૨૧ IPC ૩૦૭ , ૩૦૮ , ૩૨૩ , ૩૩૨ , ૩૩૩ , ૩૩૮, ૩૩૬, ૩૯૫ , ૩૯૭ , ડેમેજ ટુ પ્રોપર્ટી એક્ટની કલમ ૩ ( ૨ ) ઇ તથા જી.પી.એક્ટ -૧૩૫ ( ૧ ) ના ગુના સબબ તા . ૨૭ / ૦૮ / રo૨૧ ના રોજ અત્રેની જેલમાં દાખલ થયેલ છે. હાલ જેલ સહાયક પર થયેલા હુમલાને લઇ જામનગરમાં સારી એવી ચર્ચા જગાડી છે.