નવાગામ ઘેડમાં કોર્પોરેટરના પુત્રનો પોલીસ પર હુમલો
સાઈડ આપવા બાબતે ઇંટ ફટકારી આશિષ કેશુભાઈ માડમ સહિત ચાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ
ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલ મનોહરસિંહ ઝાલા જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ – પોલીસ બેડામાં ચકચાર
દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા અને ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મનોહર સિંહ ઝાલા ઉપર આશિષ કેશુભાઈ માડમ સહિત ચાર અજાણ્યા શખ્સ દ્વારા સાઈડ આપવા બાબતે હિચકારો હુમલો કરી ગંભીર ઇજા પહોચાડતા જી.જી હોસ્પિટલમાં સારવાર લેવાનો વારો આવ્યો છે
સૂત્રોમાંથી મળતી મુજબ જામનગર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મનોહરસિંહ વનરાજસિંહ ઝાલા ઉંમર વર્ષ-૪૩ તારીખ ૨૯ ના સાંજે ચાલું ફરજે હોય જ્યા તેમની તબીયત સારી ન હોય જેથી તેઓના ઊપરી આધકારીની પરમીશન લઈ ઘરે આવી ગયા બાદ “દવા” લેવા માટે હોસ્પિટલ જવા નિકળેલ ત્યારે ઇન્દિરા સોસાયટી રીક્ષા સ્ટેન્ડ પાસે પાછળથી આવી રહેલ આશિષ માડમ તથા અન્ય શખ્સ દ્વારા સાઈડ કેમ આપતો નથી તેમ કહી ભૂંડી ગાળો આપી હુમલો કરી પાછળના ભાગે ઇંટ નો ઘા મારી મુંઢમાર માર માર્યાં હોય તેથી લોહીલુહાણ હાલતમાં પોલીસ કોન્સ્ટેબલ મનોહરસિંહ ઝાલાને તાત્કાલિક જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ ત્યા તેમની ઇજા ગંભીર હોય અને તેમના કાનના ભાગેથી લોહી નીકળતું હોવાને કારણે સીટીસ્કેન સહિતની વિધી કરી દાખલ કરવામાં આવેલ હોય મનોહરસિંહ ઝાલાની ફરિયાદ પરથી સીટી બી ડિવીઝન પો.સ્ટે.ને આશીષભાઇ કેશુભાઇ માડમ તથા અજાણ્યા ચાર ઇસમો સામે ગેરકાયદેસર મંડળી સહિતની કલમો હેઠળ IPC-કલમ-૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨),૧૪૩,૧૪૬,૧૪૭ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ફરી છે.
હાલ પોલીસ ઉપર થયેલ હુમલાએ જામનગર શહેર માં સારી એવી ચર્ચા જગાડી છે