સલાયામાં પોલીસ-પબ્લીક વચ્ચે ઘર્ષણમાં મહિલા PI અને પોલીસમેન ઘવાયા: 16 સામે ગુનો નોંધાયો

0
1513

સલાયામાં પોલીસ-પબ્લીક વચ્ચે ઘર્ષણ:

એક પોલીસમેનને તથા મહિલા પીઆઇને ઇજા થતા સારવારમાં ખસેડાયા

ઉગ્રતા ભર્યા વાતાવરણમાં લોકોએ પોલીસ જીપમાં તોડફોડ કરી, ગાડી ઉંઘી વાળી દીધી

સલાયામાં બઘડાટી બાદ વાહોનોમાં તોડફોડ કરનાર 16 સામે ગુન્હો

અફવાથી લોકો ઉશ્કેરાયા અને પોલીસમેનને ઇજા કરીને પોલીસના વાહનોને નિશાન બનાવ્યા: ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક : દિગ્વિજયસિંહ જાડેજા સલાયા:

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંવેદનશીલ ગણાતા સલાયા પંથકમાં ગતરાત્રે તાજીયા કાઢવા બાબતે સ્થાનિક રહીશોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જેમાં ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ પોલીસ વાહનમાં તોડફોડ કરી, વ્યાપક નુકસાની કરી હતી. મોડીરાત્રીના સર્જાયેલા આ દંગલ બાદ પોલીસના ધાડા નાના એવા સલાયા ગામે ઉતારી દેવામાં આવ્યા હતા અને પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયામાં અફવા ઉડયા બાદ પોલીસ મેન પોલીસના વાહનોમાં તોડફોડની ઘટનામાં 16 શખ્સો સામે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરાઇ છે.

હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતીનો માહોલ છે. પ્રાપ્ત માહિતી મુબ સલાયામાં ગઇકાલે મુસ્લિમ વાઘેર સમાજના તાજીયાનું ઝૂલૂસ હુશેની ચોક ખાતે ઇમામખાનામાં રાખવામાં આવેલ હતું.

તે દરમિયાન ગત મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો તે દરમિયાન કોવીડ-19 ના નિયમ અનુસાર તાઝીયા જાહેરમાં ફેરવવાની મનાઇ હોવા છતાં કેટલાક તત્વએ જાહેરમાં તાઝીયા ફેરવતા આ અંગે પોલીસ અધિકારીઓ તાઝીયાના આગેવાનો સાથે ચર્ચા કરવા જતાં કેટલાક તત્વોએ ગેરવર્તન કરી પોલીસ સાથે ઝપાઝપી કરી આશરે પાંચેક હજાર જેટલા માણસોના ટોળાએ પોલીસ પથ્થર, લાકડી સહિતના હથીયાર વડેહુમલો કરતાં તેમાં હેડ કોન્સટેબલ વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજાને તથા જીઆરડી જવાન દિલીપ વઘોરા પર જીવલેણ હુમલો કરતાં ફેકચર સહિતની ઇજા કરી સરકારી બોલેરોનીચાવી ઝૂંટવી લઇ સરકારી મોટર સાઇકલ તથા પોલીસ બોલેરોમાં તોડફોડ અને નુકશાન કરી બે બાઇક ચોરી કરી અને બોલેરોમાં રાખેલ રૂ.10 હજાર રોકડા તથા એટીએમ કાર્ડ તથા અન્ય સરકારી કે કાગળોની ચોરી કરી લઇ જઇ ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરીયાદ સલાયા પોલીસ મથકના પોલીસ કર્મીએ નોંધાવતા આશરે 16 જેટલા શખ્સો સામે આઇપીસી કમલ 307, 395, 397, 333, 120, 427 તેમજ ડેમજ ટુ પબ્લીક પ્રોપર્ટી એક 1984 ની કલમ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી શખ્સોની શોધખોળ હાથ ધરી છે. હાલ સલાયામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રાત્રીના આ બનાવના પગલે જિલ્લાના પોલીસ અકિારીઓ સહિતનો પોલીસ કાફલો સલાયા ખાતે દોડી ગયો હતો. અને ટોળાને વિખેરી શાંતિનો માહોલ સ્થાપ્યો હતો.