જામનગરમાં સગીરા પર દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી અદાલત

0
792

જામનગર: સગીરા પર દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી અદાલત

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરમાંથયું  રહેતા રાજેશ બાબુભાઈ વાળા નામના એક શખ્સ સામે ગત. તા 3.9.2019 ના દિવસે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં તેની પાડોશમાં રહેતી એક સગીરા પર દુષ્કર્મ ગુજારવાના અંગેની ફરિયાદ નોંધાવાઈ હતી. પોતાના પડોશમાં રહેતી એક સગીરાને મોબાઇલમાં બિભત્સ વિડીયો બતાવી ચોકલેટની લાલચ આપી સગીરાના ઘરમાંજ દુષ્કર્મ ગુજાર્યું હતું.

જે પ્રકરણમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી અદાલતમાં ચાર્જશીટ કરાયું હતું. જે કે જામનગરની પોકસો અદાલત સમક્ષ ચાલી જતાં અદાલતે આરોપીને જુદી-જુદી કલમ હેઠળ તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે.

જેમાં પોકસો એક્ટની કલમ 4 મુજબ આજીવન કેદની સજા તથા દંડ,આઈ.પી.સી. કલમ 376 હેઠળ આજીવન કેદ તથા દંડ અને પોકસોની કલમ-6 મુજબ આજીવન કેદની સજા અને દંડ ઉપરાંત આઇ.પી.સી. કલમ 293 મુજબ એક વર્ષની સજાનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે એડિશનલ પી.પી. ભારતીબેન વાદી રોકાયા હતા.