જામનગરમાં વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણ મુસડીયા ઘાયલ જામનગર : જામનગર શહેરમાં છેલ્લા નવ દિવસથી કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર ની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
જેના ભાગરૂપે આજે સવારે લાલબંગલા સર્કલમાં કોંગ્રેસ દ્વારા થાળીઓ વગાડીને વિરોધ કરવામાં આવ્યો હતો, અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
જેથી પોલીસે 52 જેટલા કાર્યકરો ને અટકાયતમાં લઇ લીધા હતા. જે અટકાયતની કામગીરી
દરમિયાન વિરોધ પ્રદર્શન કરી રહેલા કાલાવડ વિસ્તારના ધારાસભ્ય પ્રવીણભાઈ મુસડીયા કે જેઓ ટીંગાટોળી વખતે પોલીસના હાથમાંથી છટકી જતાં નીચે પટકાઈ પડયા હતા, અને તેઓને ઈજા થઈ હતી. જેથી તાત્કાલિક અસરથી 108 ની ટુકડી ઘટનાસ્થળે દોડી આવી હતી, અને ઇજાગ્રસ્ત ધારાસભ્યને જી.જી.હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા આ બનાવને લઈને અન્ય કોંગી કાર્યકરો માં દોડધામ થઇ હતી, અને તેઓની તબિયત જાણવા હોસ્પિટલે પહોંચ્યા હતા.
જોકે જા સામાન્ય હોવાથી હોસ્પિટલ તંત્ર તથા કોંગી કાર્યકરોએ હાશકારો અનુભવ્યો હતો. પોલીસ દ્વારા મોડેથી તમામ અન્ય કાર્યકરો અને મુક્ત કરી દેવાયા છે.