જોગવડમાં કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા સબબ બે શખસ સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ

0
1111

જોગવડમાં કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા સબબ બે શખસ સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ

જામનગર: જામનગર જામનગર જિલ્લા ના લાલપુર તાલુકા ના જોગવડ ગામના વતની અને હાલ મહારાષ્ટ્ર ના ભિવંડી માં વ્યવસાય માટે સ્થાયી થયેલા નિકેશ ભગવાનજીભાઈ હરણીયા ( ઉ.વ.45 ) ની વારસાગત 18 વિઘા ખેતી ની જમીન નો કબજો જમાવી લેવા માં આવતાં નિકેશ હરણીયા એ જોગવાડ ગામ ના જ બે આરોપી ઓ એવા હિતેન્દ્રસિંહ પ્રભાતસિંહ કેર અને હેમતસિંહ દેવુંભા કેર સામે આજે પોલીસ મા ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદી ની માલિકી ની આ જમીન વાડીલોપર્જીત છે.પરંતુ તેઓ ભીવંડી માં વ્યાપાર ધંધા માટે જતાં રહેતાં વર્ષ 1997 થી આ જમીન હિતેન્દ્રસિંહ કેર અને હેમતસિંહ કેર ને વાવવા માટે આપી હતી.

હવે જ્યારે તેઓ ને એ જમીન ખાલી કરવા માટે જણાવાતા બંને આરોપી એ જમીન ખાલી કરવા નો ઇનકાર કર્યો હતો. અને પોતે આ જમીન વેંચાણ થી લીધી હોવા નું જણાવ્યું હતું. પરંતુ તેમની પાસે જમીન ના દસ્તાવેજો માંગવા માં આવતાં તેઓ રજુ કરી શક્યા ન હતા.

આખરે આજે નિકેશભાઈ હરણીયા એ મેઘપર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતાં ડી વાય એસ પી (ગ્રામ્ય ) કુણાલ દેસાઈ એ લેન્ડ ગ્રેબિંગ એકટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ફરિયાદને લઇ ને મેઘપર પંથકમાં ભારે ચકચાર જાગી છે.