કાલાવડના લલોઈ ગામમાં વાડી ફરતે ફેન્સીંગમાં જીવતો વીજ શોક રાખતા ઘોડીનું મોત: વાડી માલીક સામે ફરીયાદ

0
454

કાલાવડના લલોઈ ગામમાં વીજ શોકની ઘોડીનું મોત

પોતાની ઘોડીનો મૃત્યુ બદલ મનસુખભાઈ વશરામભાઈ સાકરીયા ને જવાબદાર ઠેરવી તેમની સામે ફરિયાદ નોંધાવતાં રવજીભાઈ ઝાપડા

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: કાલાવડ તાલુકાના લલોઈ ગામમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા રવજીભાઈ બચુભાઈ ઝાપડા નામના 60 વર્ષના બુઝુર્ગે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં પોતાની ઘોડીનો મૃત્યુ નિપજાવવા માટે લલોઇ ગામના ખેડૂત મનસુખભાઈ વશરામભાઈ સાકરીયા ને જવાબદાર ઠેરવ્યો છે અને તેની સામે ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર રવજીભાઈ ઝાપડાની ચાર વર્ષની એક ઘોડી વાડી વિસ્તારમાં ફરી રહી હતી, તે દરમિયાન મનસુખભાઈ સાકરિયાની વાડી ની ફેન્સીંગમાં જીવંત વીજતાર જોડી દેવામાં આવ્યો હોવાના કારણે ઘોડીનું શોર્ટ લાગવાથી સ્થળ પર જ મૃત્યુ નીપજયું હતું.

જે ઘોડી ના મૃત્યુના મામલે વાડી માલિકને જવાબદાર ગણીને તેની સામે ફરિયાદ કરી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવે છે.