જામનગરમાં વકીલે મિત્રતા દાવે આપેલ પૈસા પરત “ન” આપતા થયો ચેક રિટર્ન : આરોપીને દંડ સાથે પડી એક વર્ષની સજા

0
1140

જામનગર: ચેક રિટર્ન કેસમાં આરોપીને દંડ સાથે એક વર્ષની સજા  ફટકારતી અદાલત

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:
જામનગરના એક એડવોકેટ પાસે થી મિત્રતાના દાવે રૂપિયા બે લાખ ની રકમ હાથ ઉછીની મેળવી એક શખ્સે આપેલો ચેક પરત ફરતાં અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. જ્યાં આરોપીએ ચેક આપ્યો જ નથી, અને પોતાની સહી નથી, તેવી દલીલો કરી હતી. જે દલીલો અદાલતે અમાન્ય રાખી તેને તકસીરવાન ઠરાવ્યા પછી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમનો દંડ ફટકાર્યો છે.

જામનગર ના વકીલ હેમાંશુભાઈ ઈશ્વરભાઈ સોલંકી પાસેથી તેમના મિત્ર બિપીનભાઈ રૂગનાથભાઈ બારૈયાએ બે લાખ ની રકમ મિત્રતાના દાવે હાથ ઉછીની લઈ પોતાના બેંક ખાતાનો ચેક આપ્યો હતો. ઉપરોકત ચેક હેમાંશુભાઈ સોલંકીએ બેન્કમાં રજૂ કરતાં અપૂરતા નાણાં ભંડોળ તેમજ સહી મીસ મેચના શેરા સાથે ચેક પરત ફર્યો હતો.
આ પછી હેમાંશુભાઈ એ અદાલતમાં નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલવા પર આવતાં બેંક અધિકારી તેમજ ફરિયાદીની જુબાની લેવામાં આવી હતી.

અદાલત માં આરોપી એ ઉપરોકત ચેક ફરિયાદીને આપ્યો જ નથી, ચેકનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, ચેકમાં આરોપીની સહી નથી તેવી તકરાર લેવામાં આવી હતી. તેની સામે ફરિયાદીએ પોતાની હાજરીમાં જ આરોપી બિપીને ચેકમાં સહી કરી આપી છે. તેવી દલીલ કરી હતી. બન્ને પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી
બિપીન બારૈયાને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા તથા રૂપિયા બે લાખનો દંડ ફટકાર્યો છે.

ફરિયાદી હેમાંશુ સોલંકી તરફ થી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, હરદેવસિંહ આર. ગોહિલ, આર. આર. નાખવા રોકાયા હતાં.