જામનગરમાં કિંમતી પાર્સલ ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલતી સીટી-બી સર્વેલન્સ સ્ક્વોડ

0
1019

જામનગરમાં કિંમતી પાર્સલ ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલતી સીટી-બી સર્વેલન્સ સ્ક્વોડ

રૂા.1.7 લાખની કિંમતનું ડાયાબીટીસ ચેક કરવાની સ્ટ્રીપની 200 ડબ્બી ભરેલ પાર્સલ કબજે કરી આરોપની ધરપકડ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:

જામનગર જીલ્લામાં વાહન ચોરીના તેમજ ઘરફોડ ચોરીના બનતા બનાવોને અટકાવવા તેમજ અન્ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ અધિક્ષક દિપન ભદ્રન તથા મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચના અને પોલીસ ઈન્સપેકટર કે.જે. ભોયે ના માર્ગદશન મુજબ તથા પો.સબ.ઇન્સ. વાય.બી.રાણા ની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન રવીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. યુવરાજસિંહ જાડેજા અને પો.હેડ કોન્સ. રાજેશભાઇ વેગડ સંયુક્ત રીતે મળેલ બાતમી મળેલ કે જામનગર સીટી બી ડીવી. પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.ન. 1436/2021 આઇ.પી.સી. કલમ 379 મુજબના કામે ડી.એસ.પી. બંગલોઝ સામે આવેલ પેનોરમા કોમ્પલેક્ષમાં ચોરી થયેલ ડાયાબીટીસ ચેક કરવાની સ્ટ્રીપની 200 ડબ્બી ભરેલ પાર્સલ લઇને એક ઇસમ ગીતા લોજ પાસેથી પસાર થવાનો છે જે હકીકત આધારે વોચ ગોઠવી આરોપી કાનાભાઇ દેવસીભાઇ ગોજીયા જાતે આહિર ઉ.વ.33 ધંધો વેપાર રહે. દિગ્જામ મીલ પાસે, યાદવનગર શેરી નં.2, હેમતભાઇ ચાવડાના મકાનમાં ભાડેથી, જામનગર વાળાને ડાયાબીટીસ ચેક કરવા અંગેની સ્ટ્રીપની 200 ડબ્બી ભરેલ પાર્સલ કિ.રૂ. 1,07,520/- સાથે પકડી પાડી ચોરીમાં ગયેલ સંપુર્ણ મુદામાલ કબ્જે કરેલ છે.

જામનગર સીટી બી ડીવી. પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. 1436/ર021 આઈ.પી.સી. કલમ 379 મુજબના કામે ડાયાબીટીસ ચેક કરવાની સ્ટ્રીપની ડબ્બીઓ ભરેલ પાર્સલ કિ.રૂા. 1,07,520/- ગણી રીકવર કરી ગણત્રીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડેલ છે.

આ કામગીરી પો.ઇન્સ. શ્રી કે.જે.ભોયે તથા પો.સબ.ઇન્સ. વાય.બી.રાણા તથા પો.હેડ.કોન્સ. શોભરાજસિંહ જાડેજા, મુકેશસિંહ રાણા, રવીરાજસિંહ જાડેજા, રાજેશભાઇ વેગડ, રવીન્દ્રસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, ફૈઝલભાઇ ચાવડા તથા પો.કોન્સ. શિવભદ્રસિંહ જાડેજા, કીશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, દેવેનભાઇ ત્રિવેદી, યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.