જામનગર જીલ્લામાં અષાઢમાં શ્રાવણિયા જુગારની રમઝટ: 35 જુગારીયાઓની ધરપકડ
દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:
જામનગર જીલલમાં હાલ અષાઢ મહિનામાં જ શ્રાવણિયા જુગારની રમઝટ બોલી હોય તેમ ઠેર-ઠેર પોલીસ જુગારના દરોડા પાડી રહી છે જેમાં કુલ 35 પત્તાપ્રેમીઓની ધરપકડ કરવામાં આવી છે.
જુગારના જુદા-જુદા દરોડાઓની વિગત પ્રમાણે
શાહ પેટ્રોલ પંપ પાસે જુગાર
અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા એ ફરીયાદ નોંધાવી છે કે, મોરકંડા રોડ રાજ સોસાયટી, શાહ પેટ્રોલ પંપ પાછળ, આરોપીઓ તૈયદભાઈ હાસમભાઈ ચૌહાણ, મોઈનુદીન સુલેમાનભાઈ દલ, જાવિદ અલીમામદભાઈ ખેરાણી, અબાઅલી અબ્દુલ રજાક હદરમી, રજાક સીદીકભાઈ શેખ, પૈસાની હારજીત કરી રૂ.ર,700/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
ચલણી સિકકા વડે જુગાર
અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદીપભાઈ વસંતભાઈ બારડએ ફરીયાદ નોંધાવી છે કે, નવાગામ ઘેડ, કાંતીભાઈના ભંગારના વાડા પાસે જાહેરમાં રવિ ઉર્ફે ડાગલો મગનભાઈ ચૌહાણ, પ્રકાશીગીરી જયતીગીરી ગૌસ્વામી, સુખદેવસિંહ રઘુવીરસિંહ જાડેજા, વિજયભાઈ કિશોરભાઈ વાઘેલા, દિપકભાઈ દેવજીભાઈ ચાવડા, રમેશભાઈ મગનભાઈ મકવાણા, વિનુભાઈ પ્રાગજીભાઈ મકવાણા, યોગેશભાઈ કિશોરભાઈ પરમાર, ગોળ કુંડાળા વળી બેસી રૂપિયાનો સિકકો ઉછાળી કાટ છાપ બોલી પૈસા લગાડી હારજીત કરી કીંગ-ટોસ નામનો જુગાર રમી રમતા કુલ રોકડા રૂપિયા 1ર,401/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
શાપર ગામે જુગાર
સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. જીજ્ઞેશભાઈ ભલાભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, શાપર ગામમાં શંકર ટેકરી વિસ્તારમાં ખુલ્લા જગ્યામાં સતાર હાજીભાઈ સાટી, નાશીર અલારખાભાઈ ઓઢા, રૂકશાનાબને નજીરભાઈ સાટી, હવાબને નુરમામદ સાટી, મુમતાજબેન સલીમભાઈ નાઈ, હલીમાબેન સતારભાઈ સાટી, કાજલબેન અમીરભાઈ સાટી, વીરબાઈ કદોરી, હારજીત કરી રૂ.પ940/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
પાસા કુકરી વડે જુગાર રમતા
સિકકા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. ચંદ્રસિંહ ટેમુભા પરમારએ ફરીયાદ નોંધાવી છે કે, સિકકા ગામે સર્વીસ ચોક પાસે અબ્દુલ ઉર્ફે ગફાર તાલબ હુંદડા, અજીજ સુલેમાન ભટ્ટી, હસન સુલેમાન સંઘાર, લતીફ સુલેમાન હુંદડા, ફીરોજ ઓસમાસ સંઘાર, ઓસમાણ જુસબ ભટ્ટી, અબ્દુલ આદમ ભટ્ટી, પાસા કુકરી વડે જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રૂ.3090/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
જામજોધપુરમાં જુગાર ઝડપાયો
જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાકેશભાઈ ભનાભાઈ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે કે, વિઝન સ્કુલ પાછળ, દુદાવાવના હોકરાના કાંઠે ગીરીશભાઈ રામજીભાઈ ગોહેલ, દિલીપકુમાર ઉર્ફે દિલો રમણીકભાઈ જાવીયા, કમલેશભાઈ ઓઘડભાઈ જતાપરા, પરેશભાઈ લખમણભાઈ બારૈયા, સંજયભાઈ બટુકભાઈ મકવાણા, રે. જામજોધપુરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.4800/- તેમજ મોબાઈલ ફોન નંગ-3 કિંમત રૂ.3000/- તથા મોટરસાયકલ નંગ-4 કિંમત રૂ.90,000/- મળી કુલ મુદામાલ રૂ.97800/- સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપી વજુભાઈ કોળી, આનંદ ગઢવી ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.