ખંભાળિયામાં પરપ્રાંતિય ફેરીયાઓ પૂસ્તકો મારફતે ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ: પોલીસ દ્વારા કાર્યવાહી

0
994

ખંભાળિયા: પરપ્રાંતિય ફેરીયાઓ પૂસ્તકો મારફતે ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ: પોલીસ દ્વારા કાર્યવાહી

ખંભાળિયા: ખંભાળિયા શહેરના શારદા સિનેમા રોડ પર ગઈકાલે બહારથી આવેલા કેટલાક ફેરિયાઓ હિંદુ ધર્મ અંગેના પુસ્તકોનું વેચાણ કરી રહયા હતા. આ સંદર્ભે અહીંના કેટલાક કાર્યકરો દ્વારા તેઓને અટકાવી તેમના દ્વારા વેચાણ કરવામાં આવતા હિન્દુ ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ કરતા આ પુસ્તકોમાં ભગવાન વિશેના ગેરવ્યાજબી શબ્દોનું સંબોધન તથા ઉચ્ચારણ કરવામાં આવ્યું હોવાનું તેઓના ધ્યાને આવ્યું હતું. આટલું જ નહીં, વિવિધ પ્રતિકૃતિ તથા વિવરણ મારફતે ધાર્મિક લાગણી દુભાય અને ગીતાજીમાં ક્યાંય ઉલ્લેખ ન હોય તેવા શબ્દોના પ્રયોગ પણ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

ચાર પ્રકારના પુસ્તકો મારફતે ધાર્મિક પ્રચાર કરવા આવ્યા હોવાનું કહી, નવ જેટલા શખ્સો અહીં પુસ્તકોનું વેચાણ કરતા હતા. ટ્રક ભરીને હજારોની સંખ્યામાં પુસ્તકો સાથે આવેલા આ શખ્સો તેઓને પગાર કે કમિશન મળતું હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. માત્ર રૂપિયા 10 ની નજીવી કિંમતે પુસ્તક વેચતા આ શખ્સોને એસ.ઓ.જી. પોલીસને પૂછપરછ માટે સોપવામાં આવ્યા હતા. અને તેઓના વતન તેમજ આધાર કાર્ડ વિગેરે અંગેની પોલીસે સઘન પૂછતાછ પણ કરી હતી.

આ સમગ્ર પ્રકરણ અંગે અહીંના જિલ્લા હિન્દુ સેના પ્રમુખ નિલેશભાઈ શુક્લ દ્વારા પોલીસને વિગતવાર લેખિત જાણ કરવામાં આવી છે. જે સંદર્ભે ખંભાળિયા પોલીસે આ પ્રકરણમાં ગુનો બનશે કે કેમ તે બાબતે તપાસ તેમજ જરૂરી તજવીજ હાથ ધરી છે.