જામનગર જિલ્લા પંચાયત કચેરીનું ‘ફડાકા કાંડ’ રહી રહીને ને ગાંજ્યું : વિપુલ કગથરા અને લગ્ધીરસિંહ જાડેજાની સામ-સામી ફરિયાદ.

0
958

જામનગર જિલ્લા પંચાયત કચેરીના ‘ફડાકાકાંડ’માં રહી રહીને પોલીસ ફરિયાદ.

વિપુલ કગથરાએ પોલીસ ફરિયાદ નોંધાવતા સામે લખધીરસિંહ જાડેજાએ પણ નોંધાવી ફરિયાદ.

જામનગર: જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ની ચેમ્બર ના ફડાકા કાંડ ની બનેલી આ ઘટના અંગે આખરે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.જેમાં પ્રથમ ફરિયાદ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોવીયા ગામના રહેવાસી અને મૂળ ધ્રોલના ખેંગારકા ગામના વિપુલ ધરમશીભાઈ કગથરાએ નોંધાવી છે.આ ફરિયાદ માં જણાવ્યા મુજબ તેમના પત્ની નીતાબેન ખેંગારકા ગામના સરપંચ છે. વિપુલભાઈ ગયા સોમવારે બપોરે જામનગર જિલ્લા પંચાયત કચેરીએ આવ્યા હતાં.

તેઓ જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાની ચેમ્બરમાં હતા. તેઓએ ખેંગારકા ગામમાં કોઝવેના બંધ થયેલા કામ બાબતે વાત કરી હતી. ત્યારે ધ્રોલ તાલુકાના રોઝિયા ગામ ના સદસ્ય લખધીરસિંહ જાડેજા એ તમારી સીટ નો જિલ્લા પંચાયતનો સદસ્ય હું છું, જે કાંઈ રજૂઆત હોય તે મને કરવી જોઈએ તેમ કહી ગાળો આપી હતી. અને લગધીરસિંહે ઉશ્કેરાટમાં આવી બે- ત્રણ ફડાકા મારી લીધા હતા.

તે પછી ધ્રોલની સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી વિપુલભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદની સામે જિલ્લા પંચાયત ની શિક્ષણ સમિતિ ના ચેરમેન લગધીરસિંહ જાડેજા એ પણ વળતી ફરિયાદ નોંધાવી છે.

જેમાં તેઓએ જણાવ્યા પ્રમાણે ગયા સોમવારે તેઓ જિલ્લા પંચાયત કચેરીમાં પોતાની ઓફીસમાં હાજર હતા ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાએ તેઓને બોલાવ્યા હતાં. તેથી ત્યાં પહોંચેલા લગધીરસિંહને પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં ખેંગારકા ગામના સરપંચ નિતાબેનના પતિએ બંધ થયેલા કોઝવેના કામ અંગે વાત કરતાં તે બાબતે નોટીસ અપાઈ છે, તેમ લગધીરસિંહે જણાવ્યું હતું.

આ વેળાએ નોટીસ બાબતે પ્રમુખને કેમ કહયું ? તેમ કહી વિપુલ કગથરાએ ગાળો કાઢી ઠોસા માર્યા હતાં. આ અંગે લગધીરસિંહે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેઓની ફરિયાદ પણ નોંધી તપાસ શરૂ કરી છે.