પોલીસના દમન વિરુદ્ધ ધ્રોલમાં સજ્જડ બંધ. બંને પોલીસમેન વિરુદ્ધ ગુનો નોંધાયો : સામાપક્ષે વેપારી વિરુદ્ધ ગુનો નોંધાતા લોકોમાં રોષ : ચક્કાજામ

0
492

પોલીસના દમન વિરુદ્ધ ધ્રોલમાં સજ્જડ બંધ. બંને પોલીસમેન વિરુદ્ધ ગુનો નોંધાયો : સામાપક્ષે વેપારી વિરુદ્ધ ગુનો નોંધાતા લોકોમાં રોષ

વેપારીઓએ ચક્કાજામ કરી બંને પોલીસમેન વિરુદ્ધ પગલા લેવાની માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા.

બંને પોલીસમેન વિરુદ્ધ ગુનો નોંધાયો.

સામા પક્ષે પણ પોલીસે વેપારી સામે ગુનો નોંધ્યો.

પોલીસમેન વેપારી સામે ફરજ રુકાવટ સહિતની ફરિયાદથી વેપારીઓમાં રોષ પોલીસ આવી બચાવની મુદ્રામાં.! વેપારી અને નગરપાલિકાના કર્મચારી દિગ્વિજયસિંહ ઝાલાને માર મારવા પ્રકરણમાં બંને પોલીસ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પરંતુ પોલીસ સામા બચાવમાં આવી હોય તેમ દિગ્વિજયસિંહ સામે પણ ગુનો નોંધ્યો છે. જો ફરિયાદ કરવી જ હોત તો આખો દિવસ કેમ ફરીયાદ ન કરી.! રાતે જ્યારે વેપારીની ફરિયાદ લેવામાં આવી  ત્યારે જ  પોલીસમેનને ફરીયાદ કરવાનું સુઝયું.

ધ્રોલના ચકચારી માર મારવાના પ્રકરણમાં અંતે બંને પોલીસમેન વિરુદ્ધ ગુનો નોંધાવામાં આવ્યો પરંતુ વેપારીનો આક્રોસ શાંત થવાનું નામ લેતું નથી.

રવિવારે ધ્રોલ બંધના એલાનને સજજળ પ્રતિસાદ સંપડાયો હતો તમામ વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી ચોકમાં ભેગા થઈ સુત્રોચ્ચાર કરી તાત્કાલિક ધરપકડની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ધોલના ગાંધી ચોક માં આંગડિયા પેઢી ધરાવતા દિગ્વિજય સિંહ દિલાવરસિંહ ઝાલા નામના વેપારી બીજા માળે બેઠા હતા બે જમાદાર મહિપત સોલંકી અને નિલેશ ભીમાણી આવ્યા ને માસ બાબતે માથાકૂટ કરતા વેપારીઓએ દંડ ભરવાનું કહેવા છતાં તેને જીપમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ ઢોર માર મારતા તેને ગંભીર હાલતમાં રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓએ બંને પોલીસ વિરુદ્ધ માર મારવાની ફરિયાદ આપી હતી.

બીજી બાજુ મહિપત સોલંકીએ દિગ્વિજયસિંહ ઝાલા વિરુદ્ધ પોતાના ફરજમાં રૂકાવટ કરવા,માર મારવો, ગાળો બોલવા, જાહેરનામા ભંગ અંગેનો ગુનો દાખલ કર્યો છે.

બંને પક્ષે પોલીસ ફરિયાદ થયા બાદ ચેમ્બર ઓફ કોમર્સે આપવામાં આવેલા બંધના એલાનના પગલે ધ્રોલની બજારો સજ્જડ બંધ રહી હતી.

વેપારીઓએ ગાંધી ચોકમાં ભેગા થઈ સૂત્રોચાર સાથે મામલતદારને 42 જ્ઞાતિના આગેવાનોએ આવેદન પત્ર પાઠવ્યું હતું અને તાત્કાલિક ધરપકડની માંગ કરી હતી અને પોલીસ હજુ પણ પગલાં નહીં લે તો આવનારા સમયમાં જલદ આંદોલન બનાવવામાં આવશે તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે