જામનગરના ચકચારી બળજબરીથી સોનુ કાઢવવા અને મની લેન્ડર્સ કેસમાં આરોપીના આગોતરા જામીન મંજુરી કરતી અદાલત.

0
1023

જામનગરના ચકચારી બળજબરીથી સોનુ કાઢવવા અને મની લેન્ડર્સ કેસમાં આરોપીના આગોતરા જામીન મંજુરી કરતી અદાલત.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:

જામનગરના જાણીતા બોક્સાઈટના ધંધાર્થી અરવિંદભાઈ જમનાદાસ પાબારી દ્વારા ટુંકમા એ મતલબની ફરીયાદ નોધાવવામાં આવેલ કે, આ કામના ફરીયાદીના પુત્ર જય પાબારી આ કામના આરોપી ટ્રાન્સપોર્ટના ધંધાર્થી દેવેન્દ્રસિહ ખાનુભા પરમાર પાસેથી અઢીએક વર્ષ પેહલા વ્યવસાય અર્થે રૂા.25,00,000/- દર માસે 10 ટકા ના વ્યાજે લીધેલ હોઈ જેનું કટકે કટકે ફરીયાદીના દીકરાએ વ્યાજ ભરેલ હોય અને બાદમાં તા.30/07/2019ના રોજ ડરને લીધે જય ઘર મુકીને ક્યાંક જતો રહેલ હોય બાદમાં થોડા માસ બાદ આરોપી દેવેન્દ્રસિંહ પરમાર ફરીયાદીના ઘરે જઈને તથા તેના પરિવારને મારી નાખવાનો ડર બતાવીને રૂ.5,00,000/- ની કિમત્તનુ સોનું બળજબરીથી કઢાવી લઇ બાદ ફરીયાદીને થોડા દિવસ પહેલા મેસેજ કરી તથા ઘરે જઈને મારી નાખવાની ધમકી આપી બાદ ફોન કરીને પૈસાની પઠાણી ઉઘરાણી કરીને ગુન્હો કર્યા બાબતની ફરિયાદ નોંધવામાં આવેલ હતી.

જેથી પોલીસ દ્રારા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી દેવેન્દ્રસિહ ખાનુભા ઉર્ફે ખુમાનસિહ પરમાર વિરૂદ્ધ 1’એ ની કલમ-386, 387, 504, 506 (2) અને મની લેન્ડર્સ એક્ટ કલમ 5, 40, 42 મુજબનો ગુનો નોંધેલ અને ત્યાર બાદ આરોપી દેવેન્દ્રસિંહ ખાનુભા પરમારે પોતાનો બચાવ કરવા અને ફરિયાદી દ્વારા તદન ખોટી અને મનઘડીત ફરિયાદ કરેલ હોય જેથી તેની તટસ્થ તપાસ કરવાની અરજી આપેલ તેમા ફરિયાદીના પુત્ર જય પાબારી વિરુદ્ધ લાખો રૂપિયાના ચેક રીટનના કેસો ચાલતા હોય અને આરોપી દેવેન્દ્રસિહ પરમાર અને જય પાબારી સતત કોન્ટેક્ટમાં હોય તેના ફોનના રેકોર્ડ તથા ફરિયાદી દ્વારા સોનું ક્યારે, કયાંથી, કઈ તારીખે બળજબરીથી કઢાવી લીધેલ તે ફરિયાદમાં જણાવેલ નથી. અને આરોપી દ્વારા 72 લાખની ચેક રીટર્નની કાનૂની નોટીસ ફરિયાદીના પુત્ર જય પાબારી ને મોકલેલ હોય ત્યાર બાદ તેનો બચાવ ઉભો કરવા ખોટી ફરિયાદ કરેલ હોય તે માટે આરોપી દ્વારા અરજી આપવામા આવેલ અને બાદમાં આરોપી દ્વારા તેના વકીલશ્રી મારફત નામદાર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી ફરતા નામદાર સેશન્સ કોઠ દ્વારા આરોપીના વકીલની ઉપરોક્ત તમામ રજુઆતો અને સરકારી વકીલશ્રીની દલીલો તથા અરવિંદભાઈ પાબારી તેના (મૂળ ફરિયાદપક્ષ) દ્વારા રજુ ઘયેલા વાંધાઓ રજુ કર્યા બાદ જામનગરની એડી. સેસન્સ કોર્ટે આરોપીને રે.15,000 ના જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરેલ હતો.

ઉપરોક્ત કામે આરોપી દેવેન્દ્રસિંહ પરમાર તરફે જામનગરના યુવા ધારાશાસ્ત્રી શ્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા તથા હરપાલસિંહ પી. ઝાલા તથા સત્યજીતસિંહ પી. જાડેજા રોકાયેલા છે.