જામનગરના યાદવનગરમાં મહિલા સંચાલિત જુગારના અડ્ડા પર LCB ત્રાટકતી : 5 ની ધરકડ.

0
797

જામનગરના યાદવનગરમાં મહિલા સંચાલિત જુગારના અડ્ડા પર ત્રાટકતી એલસીબી: 5 ની ધરકડ

જામનગર:
જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં રહેતી એક મહિલા દ્વારા પોતાના રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડી ત્રણ મહિલા અને બે પુરૂષોને ગંજીપાના વડે જુગાર રમતાં પકડી પાડયા છે, અને રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

આ દરોડાની વિગત એવી છે કે જામનગરમાં યાદવ નગર શેરી નંબર 2 માં રહેતી રંજનબેન કિશોરભાઈ આંબલીયા નામની મહિલા પોતાના મકાનમાં બહારથી સ્ત્રી-પુરુષોને એકત્ર કરીને જુગારધામ ચલાવી રહી છે, જે બાતમીના આધારે એલસીબીની ટીમે ગઈકાલે મોડી સાંજે દરોડો પાડયો હતો.

જે દરોડા દરમિયાન રહેણાક મકાનમાં ત્રણ સ્ત્રી અને બે પુરુષો ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા મળી આવ્યા હતા.

આથી પોલીસે મકાનમાલિક મહિલા રંજનબેન આંબલીયા ઉપરાંત ભીનીબેન નારણભાઈ ગોદર, કમુબેન રમેશભાઈ ગોરડીયા, રામજીભાઈ ગોગનભાઈ લગારીયા, અને પીઠાભાઇ મુળુભાઇ કંડોરીયા વગેરેની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 12,450 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.