ભાજપ અગ્રણીના પુત્રની આત્મહત્યા : સરકારી કામમાં 6 ભાગીદારોએ પૈસા પચાવી લીધાનું સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ.

0
1033

જૂનાગઢ ભાજપ અગ્રણીના પુત્રની આત્મહત્યા.

સરકારી કામમાં 6 ભાગીદારોએ પૈસા પચાવી લીધાનું સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ.

ભાજપ અગ્રણીના પુત્રના આપઘાત કેસમાં હાલ પોલીસે છ લોકો સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી.

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં આપઘાતનો એક બનાવ સામે આવ્યો છે. બીજેપી અગ્રણીના પુત્રએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે ભેસાણના બીજેપી અગ્રણી કરશનભાઈ ડોબરીયાના પુત્ર ધવલ ડોબરીયાએ પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. ધવલે પોતાના ઘરે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. ધવલના રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં તેણે છ લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે ધવલ ડોબરીયા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોન્ટ્રાક્ટર તરીકે બીજા ભાગીદારો સાથે કામ કરતા હતા. તેઓએ પોતાના ભાગીદારોને પાંચ કરોડ રૂપિયા આપ્યા હતા. જેનો હિસાબ કરતા વખતે ગોટાળા સામે આવ્યા હતા. પોતે વધારે પૈસા આપવા માટે સક્ષમ ન હોવાથી ભેસાણ ખાતે પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો.

જે સુસાઇડ નોટ મળી આવી છે તેમાં છ લોકોનાં નામ છે. આ તમામ લોકો રાજકોટ શહેરના નિવાસી છે. આ મામલે ભેસાણ પોલીસે છ લોકો સામે ગુનો દાખલ કરીને વધારે તપાસ શરૂ કરી છે.
ધવલ ડોબરીયાના રૂમમાંથી મળી આવેલી સુસાઇટ નોટમાં લખાયું છે કે, “હું દવા પીને આપઘાત કરું છું. તેની પાછળ કારણ રાજકોટ રૂડામાં આવાસનું કામ ચલાતું હતું. તેમાં મારા પૈસા મારા ભાગીદાર ખાઈ ગયા તેની પાછળ આજે હું આપઘાત કરું છું.”
સુસાઇડ નોટમાં લખ્યા ભાગીદારોના નામ
ધવલ ડોબરીયાએ સુસાઇડ નોટમાં છ ભાગીદારના નામ લખ્યા છે. આ તમામ લોકો રાજકોટના હોવાનું સામે આવ્યું છે.
1) પિયુષ વલ્લભભાઈ પાનસુરિયા
2) સંદીપ તરસીભાઈ ગમઢા
3) કુમનભાઈ વરસાણી
4) કલ્પેશ કમલેશ ગોંડલિયા
5) સંજય સાકરિયા
6) મયુર દર્શન સ્ટોન, રાજકોટ
ભાજપ અગ્રણીના પુત્રના આપઘાત કેસમાં હાલ પોલીસે છ લોકો સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. સુસાઇડ નોટમાં કરવામાં આવેલા આક્ષેપો અંગે પોલીસ તપાસ બાદ જ વધારે વિગત સામે આવી શકશે.