કાલાવડ પંથકમાં ધમધમતી ઘોડીપાસની ક્લબ પર એલસીબી ત્રાટકી: રૂા.7.63 લાખની મત્તા સાથે પાંચની ધરપકડ.

0
614

કાલાવડ પંથકમાં ધમધમતી ઘોડીપાસની ક્લબ પર એલસીબી ત્રાટકી: રૂા.7.63 લાખની મત્તા સાથે પાંચની ધરપકડ.

જામનગર: કાલાવડ તાલુકાના ચારણ પીપળીયા ગામ માં રાજકોટના એક શખ્સ દ્વારા વાડીની ઓરડીમાં ઘોડીપાસાની કલબ ચલાવવામાં આવી રહી છે, તેવી બાતમી જામનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી જેથી એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો.

જે દરોડા દરમિયાન વાડીની અંદર પાંચ જેટલા શખ્સો ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા મળી આવ્યા હતા. આથી પોલીસે રાજકોટના સુરેશ વિઠ્ઠલભાઈ અદાણી, તનવીર રફિકભાઈ સિસોદિયા, અને યોગેશ સુરેશભાઈ લાઠીગરા.

ઉપરાંત જામનગરના ઇસુબ વાહીદભાઈ સમા અને વસીમ સલીમભાઈ શમા વગેરે પાંચ શખ્સોની અટકાયત કરી લીધી હતી, અને તેઓ પાસે થી 2.54.300 ની રોકડ રકમ પાંચ નંગ મોબાઇલ ફોન એક કાર સહિત રૂપિયા 7.62 લાખની માલમતા કબજે કરી હતી. પોલીસ ના દરોડા દરમિયાન વાડીનો માલિક રાજકોટના રામનાથ પરા માં રહેતો મેહુલ સુરેશભાઈ સોલંકી તથા રાજકોટના હાથીખાના વિસ્તારમાં રહેતો ધાર્મિક ઉર્ફે પીન્ટુ સુરેશભાઈ મદાણી ભાગી છૂટયા હોવાથી પોલીસે બંનેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.