જામનગર જિલ્લામાં ફળ, શાકભાજી અને ફૂલ પાકોનું રોડસાઈડ વેચાણ કરતા લારીધારકો માટે વિનામૂલ્યે છત્રી/શેડ કવર આપવાની યોજના.

0
344

જામનગર જિલ્લામાં ફળ, શાકભાજી અને ફૂલ પાકોનું રોડસાઈડ વેચાણ કરતા લારીધારકો માટે વિનામૂલ્યે છત્રી/શેડ કવર આપવાની યોજના.

જામનગર,જામનગર જિલ્લાના તમામ તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ ફળ, શાકભાજી તથા નાશવંત બાગાયત-કૃષિ પેદાશોનું વેચાણ કરતા રોડસાઇડપાથરણાવાળા, લારીવાળા, ફેરિયાઓને તેમજ નાના વેચાણકારો માટે વર્ષ 2021 માટે વિનામૂલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવા માટેની યોજના અમલમાં છે.

આ યોજના હેઠળ કુટુંબ દીઠ પુખ્ત વયની એક વ્યક્તિને જ લાભ મળવાપાત્ર થશે.

આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓએ આઈ-ખેડુત પોર્ટલ મારફતે તા.15/07/2021 સુધીમાં ઓનલાઇન અરજી કરી તેની સહી કરેલ નકલ તથા જરૂરી સાધનિક પુરાવાઓ રેશનકાર્ડઅનેઆધારકાર્ડની નકલતથા સંબંધિત ગ્રામ્ય વિસ્તારમાટે ગ્રામ સેવક/તલાટી કમ મંત્રીનો દાખલો તથા શહેરી વિસ્તાર માટે જે તે અર્બન લાઇવલી હુડ મિશનનો ફળ, ફૂલ, શાકભાજી કે કૃષિ પેદાશોનું વેચાણ કરતા હોવા અંગેનો દાખલો કે ઓળખપત્ર સહિતની અરજી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવાસદન-4, પ્રથમ માળ, રૂમ.નં. 48, સુભાષ પુલ પાસે, જામનગર ફોનનં.0288-2571565 ખાતે તાત્કાલિક પહોંચાડવા નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં જણાવાયું છે.