શહેરના પોશ વિસ્તાર સત્યમ કોલોનીમાં આવાસ યોજનામાં મેયર બીનાબેન કોઠારી બન્યા લકી વિજેતા.!:જામનગરના મેયર શહેરી ગરીબ છે.!!
- સત્યમ કોલોની આવાસમાં ફ્લેટ લઈને ૬ વર્ષથી તાળુ મારીને બેઠા છે.
- માલીકીનું મકાન હોવા છતાં હાલના મેયર બીનાબેન કોઠારી શહેરી ગરીબ બનીને ડ્રોમાં નસીબદાર થઈ ફ્લેટ મેળવ્યો હતો.!!
દેશ દેવી ન્યુઝ તા. ૩૧ મે ૨૧ જામનગર સરકારનું સપનું કે ગરીબી રેખા હેઠળ રહેતા પરિવારજનો ઘરનું ઘરથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આવાસ યોજના હેઠળ મકાન ફાળવવામાં આવે છે. તેમાં ખાસ કરી ઘર વિહોણા અને ઓછી આવક ધરાવતા લોકોને રાહત દરે મકાન મળી રહે તેના માટે મુખ્યમંત્રી આવાસ યોજના આશીર્વાદરૂપ સાબિત થાય છે. પરંતુ સારા એવા પોશ વિસ્તારમાં બનતા આવાસ યોજનામાં લાગવકીયા અને પહોંચતા પામતા લોકોને જ ડ્રોમાં મકાન લાગતા હોય તેવું ચર્યાય છે. જેના કારણે જરૂરિયાત મંદોને મકાન મળતાં નથી.
આવો જ કિસ્સો જામનગરના પ્રથમ નાગરિક એવા મેયરનો છે.જે શહેરી ગરીબ છે.!જેને સત્યમ કોલોની આવાસમાં ફ્લેટ લઈને ૬ વર્ષથી તાળુ મારીને બેઠા છે.!જામનગર શહેરમાં આવાસ યોજનાના બે પાસા છે. એક ગરીબ કે સામાન્ય વિસ્તારમાં બનતા આવાસમાં લોકો જવા તૈયાર થતા નથી અને પોશ વિસ્તારમાં બનતા આવાસના લાગવકીયા અને પહોંચતા પામતા લોકો નશીબદાર બનીને મકાનો મેળવી લે છે. જામનગર મહાનગર પાલિકાના હાઉસિંગ વિભાગના અધિકારીઓ રાજકીય આકાઓ પાસે લાચાર.!આવો જ કિસ્સો સત્યમ કોલોની આવાસ યોજનાનો છે જેમાં જે તે સમયના કોર્પોરેટર અને હાલના મેયર બીનાબેન કોઠારી શહેરી ગરીબ બનીને ડ્રોમાં નસીબદાર થઈ ફ્લેટ મેળવ્યો હતો.
પરંતુ ફ્લેટમાં રહેવાના બદલે તેમણે ર૦૧૬ થી તાળું મારીને રાખ્યું છે. પોતે પંચવટીમાં વસવાટ કરે છે. જો તેમને ફ્લેટ ની જરૂર ન હતી તો કેમ મેળવ્યો.? નૈતિકતાની દૃષ્ટિએ આ કેટલું યોગ્ય છે.! તેવા અનેક સવાલો ઉઠયા છે. હાલ તો જામનગરમાં મેયરના ફલેટે જોરદાર ની ચર્ચા જગાડી છે.!