જામનગરના ખીમરાણામાં બાઇક વેચ્યા બાદ આર.સી.બુક બાબતે બઘડાટી : સામ-સામી ફરિયાદ

0
1618

ખીમરાણામાં બાઇક વેચ્યા બાદ આર.સી.બુક બાબતે બઘડાટી : સામ-સામી ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર : જામનગરના પંચ એ પોલીસ સ્ટેશનમાં ગીરીશભાઈ પુંજાભાઈ ધારવીયા એ ફરીયાદ નોંધાવી છે  કે, ખીમરાણા ગામે ફરીયાદી ગીરીશભાઈના ભાઈ રાજેશે આરોપી દિવ્યેશ મઘોડીયા ને મોટરસાયકલ વહેચેલ હોય અને આરોપી દિવ્યેશ, અમીત, રજનીકાંત ઉર્ફે ભરત ચૌહાણ તથા જયેશે ફરીયાદી ગીરીશભાઈના ઘરે ગુનો કરવાના ઈરાદાથી અપ્રવેશ કરી મોટરસાયકલની આર.સી.બુક કયા છે.

આર.સી.બુક લાવો તેમ કહી ફરીયાદી ગીરીશભાઈને ગાળો બોલી આરોપી રજનીકાંતે છરી કાઢી ફરીયાદી ગીરીશભાઈને ડરાવી તથા ચારેય આરોપીઓએ ફરીયાદી ગીરીશભાઈને ઢીકાપાટુનો માર મારી બાદમાં ફોન કરી અન્ય અજાણ્યા ઈસમોને બોલાવી તેઓએ ફરીયાદી ગીરીશભાઈના ફળીયામાં પડેલ વાહનો મોટરસાયકલમાં તોડફોડ કરી નુકશાન કરી ગાળો બોલી ગુનામાં એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

જયારે સામે પક્ષે પંચ એ પોલીસ સ્ટેશનમાં રજનીકાંત ઉર્ફે ભરત હર્ષદભાઈ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે કે, ખીમરાણા ગામે ફરીયાદી રજનીકાંત તથા સાહેદો આરોપી ગીરીશ પુંજાભાઈ ધારવીયાના ભાઈ રાજેશ પાસેથી મોટરસાયકલ લીધેલ હતી અને તેની આર.સી.બુક રાજેશ પાસે જ હોય તે લેવા માટે ગયેલ ત્યારે આ કામના આરોપીઓ ગીરીશભાઈ પુંજાભાઈ ધારવીયા, પુંજાભાઈ, ગીરીશના સાળા એ ફરીયાદી રજનીકાંત તથા સાહેદો સાથે ઝઘડો કરી આરોપી પુંજાભાઈ એ ફરીયાદી રજનીકાંત ને લાકડાના ધોકા વડે માથામા તથા ખંભા ઉપર ઘા મારી તેમજ ત્રણેય જણાયે ફરીયાદી રાજનીકાંતને તથા સાહેદોને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજાઓ કરી તથા વાહનોમાં તોડ ફોડ કરી ગાળો બોલી ગુનામાં એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.