જામનગરમાં ફિઝિયોથેરાપિસ્ટ પત્નિને ડોક્ટર પતિએ છેતરી : ફરીયાદ નોંધાવાઈ

0
3

જામનગરની ફિજીયો થેરાપિસ્ટ યુવતી ની વડોદરામાં રહેતા પોતાના પતિ સામે ફ્લેટના કબજા બાબતે છેતરપિંડી કર્યાની ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ એપ્રિલ ૨૫જામનગરમાં હાથી કોલોની વિસ્તારમાં રહેતી એક ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ વડોદરામાં રહેતા પોતાના પતિ સામે ફ્લેટના દસ્તાવેજ કરી આપવાના મામલે પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.આ ફરિયાદ ના બનાવની વિગત એવી છે કે જામનગરમાં હાથી કોલોની વિસ્તારમાં રહેતી અને ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરતી રિદ્ધિબેન મૂળરાજભાઈ થોભાણી કે જેના લગ્ન ૧૨ વર્ષ પહેલા વડોદરા ના વિશાલભાઈ માધવદાસ પંચમતીયા સાથે થયા હતા, અને જે લગ્ન થકી એક પુત્ર તથા એક પુત્રી સહિતના બે સંતાનો પ્રાપ્ત થયા હતા, અને હાલ તે પોતાની માતા સાથે જામનગરમાં રહે છે.રિદ્ધિબેન અને વિશાલભાઈ બંને વચ્ચેથી ત્રણ વર્ષ પહેલા ઝઘડો થયો હોવાથી છૂટા પડી ગયા છે, અને જામનગરના ફેમિલી કોર્ટમાં છૂટાછેડા અંગેનો કેસ પણ ચાલી રહ્યો છે. તે દરમિયાન તેઓનો બંનેનો સંયુક્ત માલિકીનો જામનગરમાં એક ફ્લેટ આવેલો છે, જે ૨૮,૫૦,૦૦૦ માં બેંક લોન કરાવીને ખરીદ કર્યો હતો. જેમાં અડધા પૈસા વિશાલભાઈ એ ભર્યા હતા જયારે બાકીની ૧૫,૯૨,૦૨૪ ની રકમ રીધ્ધિબેન દ્વારા ભરપાઈ કરવામાં આવી હતી, અને તે ફ્લેટનો દસ્તાવેજ રીધી બેન નેકરી આપશે તેવું જે તે વખતે વચન આપ્યું હતું.પરંતુ તેમાં વિશ્વાસઘાત કરી ને વિશાલે દસ્તાવેજ કરી આપ્યા ન હતા, અને છેતરપિંડી કરી હતી ઉપરાંત ધમકી આપી હતી જેથી આ મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને રિદ્ધિબેને વિશાલ પંચમતીયા સામે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ એલ.બી. જાડેજાએ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.