જામનગરમાં નકલી અકસ્માત સર્જી પૈસા પડાવતી ગેંગની “ભૂદી” પોલીસ સંકજામાં

0
2

જામનગર માં નકલી અકસ્માત સર્જી પૈસા પડાવતી ટોળકી ની મહિલા સાગરિત પકડાઇ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.ર૪ એપ્રિલ ૨૫, જામનગરના એક યુવાનના બાઈક સાથે નકલી અકસ્માત સર્જી પૈસા પડાવી લેવાયાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. તે ગુન્હામાં બે શખ્સની ધરપકડ કરાયા પછી ગઈકાલે પોલીસે મહિલા આરોપીને પણ પકડી પાડી છે.જામનગરના નાગેશ્વર વિસ્તાર પાસે એક યુવાન કિરણ ઝાલા ના બાઈક સાથે નકલી અકસ્માત સર્જી બે શખ્સ તથા એક મહિલાએ રૂા.૧૫૦૦ પડાવી લીધાની થોડા દિવસ પહેલાં પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ગુન્હો નોંધી શરૂ કરેલી તપાસમાં બે શખ્સ ઝડપાયા હતા.ત્યારપછી આરોપી મહિલા ની સંડોવણી હોવા થી પોલીસ.તેને શોધી રહી હતી.આખરે ગઈકાલે સંગીતા રાજુભાઈ નામદેવ ઉર્ફે ભૂદી નામની મહિલાની અટકાયત કરવામાં આવી છે. આ મહિલા બે સાગરિત સાથે મળી શહેરમાં જુદા જુદા વિસ્તારમાં નકલી અકસ્માત સર્જી પૈસા પડાવતી હતી. આ મહિલાની સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી અટકાયત કરાયા પછી તેણીની ઓળખ પરેડ કરવામાં આવી હતી.