સડોદરમાં રહેતા સીઆરપીએફ જવાન ઉપર પત્નીનો હુમલો- સાળા, સાસુ સસરાએ આપી જાનથી મારી નાંખવાની ધમકી.

0
483

સડોદરમાં રહેતા સીઆરપીએફ જવાન ઉપર હુમલો-જાનથી મારી નાંખવાની ધમકી.

પત્નિ,સાસુ-સસરા અને સાળા સહિત પાંચ સામે ફરિયાદ

જામનગર
જામજોધપુર તાલુકાના સડોદર ગામ માં રહેતા અને જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફમાં ફરજ બજાવતા મયુરભાઈ બાવનજીભાઇ રાઠોડ નામના 27 વર્ષના સીઆરપીએફના જવાને પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તેમજ પોતાના પરિવારજનોને પણ માર મારવા અંગે પોતાના સસરા પ્રવિણભાઇ ચમનભાઈ વાઘેલા, સાસુ વિજયાબેન ચીમનભાઈ વાઘેલા, પત્ની રેખાબેન મયુર ભાઈ વાઘેલા, સાળા હિતેશ ચીમનભાઈ વાઘેલા, અને સાળાના કુટુંબી નરેશભાઈ વાઘ વગેરે સામે ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદના અનુસંધાને શેઠ વડાળા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 21મી તારીખે રેખાબેન મયુર ભાઈ રાઠોડે શેઠ વડાળા પોલીસ મથકમાં પોતાના પતિ સીઆરપીએફના જવાન મયુરભાઈ રાઠોડ તથા તેના પરિવારજનો સામે દહેજ ધારા અંગેની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર પછી તેણી પોતાના માવતરે રાજકોટ ચાલી ગઇ હતી.

દરમિયાન પોલીસે સીઆરપીએફના જવાની ધરપકડ કર્યા પછી પોતાના પર હુમલો થયો હોવાનું અને પરિવારજનો ને પણ માર માર્યાનું જણાવતા આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે મામલે પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.