જામનગર તાલુકાના ફલ્લા ગામમાં ખેતરમાંથી માટી કાઢી રહેલા એક ખેડૂતને બોગસ પત્રકારોની ઓળખ આપી રૂ.૩,૦૦૦ નો તોડ કર્યો
-
પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ મહિલા સહિત પાંચ બોગસ પત્રકાર સામે ફરિયાદ બાદ પોલીસ દ્વારા પાંચેયની અટકાયત
-
(૧) પ્રવિણભાઇ કરશાનભાઇ પરમાર રહે.જામખંભાળીયા જી.દેવભુમી દ્રારકા (૨) પુંજાભાઇ કમાભાઇ ચાવડા રહે.શંકર ટેકરી (૩) વૈશાલી મનીષભાઇ ધામેચા રહે.માટેલ ચોક, બાપા સીતારામ મઢુલી પાસે, રામેશ્વર (૪) જયોતિબેન હેમંતભાઇ મારકણા રહે.મધુરમરેસીડન્સી-૦૧ (૫) વિરૂબેન સવજીભાઇ પરમાર રહે.હનુમાન ટેકરી ,દિગ્જામ સર્કલ આગળ, જામનગર
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ એપ્રિલ ૨૫ જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતા એક ખેડૂતને બોગસ પત્રકારોનો ભેટો થઈ ગયો હતો, અને ખેતરમાંથી માટિવકાઢતી સમયે તેનો વિડીયો બનાવી લીધા બાદ પત્રકારના નામે રૃપિયા ૩,૦૦૦ નો તોડ કર્યો હતો. જે મામલો આખરે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ત્રણ મહિલા સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાવાયા બાદ પોલીસે પાંચેય આરોપીઓને અટકાયતમાં લઈ લીધા છે, અને રોકડ રકમ કબજે કરી છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતા અને કન્સ્ટ્રકશનનું કામ કરતા તેમજ હોટલ ચલાવતા બકાભાઇ જહાભાઈ બાંભવા નામના ૩૪ વર્ષના ભરવાડ યુવાને પોતાની પાસેથી પત્રકારના નામે રૂપિયા ૩,૦૦૦ નો તોડ કરવા અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રહેતા પ્રવીણભાઈ કરસનભાઈ પરમાર, જામનગરમાં શંકર ટેકરીમાં રહેતા પુંજાભાઈ કમાભાઈ ચાવડા, જામનગરમાં રામેશ્વર નગરમાં રહેતી વૈશાલીબેન મનીષભાઈ ધામેચા, તેમજ જામનગરમાં મધુરમ રેસીડેન્સીમાં રહેતી જ્યોતિબેન હેમંતભાઈ મારકણા અને જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી વીરુબેન સવજીભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ગત ૨૨.૩.૨૦૨૫ ના બપોરના સમયગાળા દરમિયાન ફરીયાદી બકાભાઇ તેના માણસો દ્વારા જેસીબી ની મદદથી ફલ્લા ગામના તળાવમાંથી માટી કઢાવીને ફલ્લા ગામમાં રહેતા ખેડૂત ભરતભાઈ દલસાણીયા ના ખેતરમાં માટી નખાવી રહ્યા હતા.જે દરમિયાન ઉપરોક્ત પાંચેય આરોપીઓ એક કારમાં બેસીને આવ્યા હતા, અને માટી કાઢવા અંગેનો પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો બનાવી લીધો હતો, અને પોતે ગેરકાયદે રીતે માટી ચોરી કરી રહ્યા છે, તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે, જે વાયરલ ન કરવો હોય તો ૩,૦૦૦૦ રૂપિયા ની માંગણી કરી હતી.
ઉપરોક્ત પાંચેય આરોપીઓએ પોતાની પત્રકાર તરીકેની ઓળખ આપી હતી અને ૩,૦૦૦ રૂપિયા કઢાવી અને તમામ આરોપીઓ ભાગી છૂટ્યા હતા. આખરે બકાભાઇ ભરવાડ દ્વારા સમગ્ર મામલાને પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પાંચેય કહેવાતા ખોટા પત્રકારો સામે ફરિયાદ નોંધાવતાં ધ્રોલ પોલીસ સ્ટેશન બી.એન.એસ. કલમ ૩૦૮(૨) અને ૫૪ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને તમામ પાંચેય આરોપીઓ પાસેથી રૂપિયા ૩,૦૦૦ ની રોકડ રકમ કબજે કરી છે જેઓની વધુ પૂછપરછ ચલાવાઇ રહી છે.