જામનગર પોલીસ બેડામાં ફરજ બજાવતા 11 , ASI ને PSI તરીકે બઢતી

0
2

જામનગર પોલીસ બેડામાં ફરજ બજાવતા ૧૧ ASI ને PSI તરીકે બઢતી મળતાં એસ.પી. પ્રેમસુખ ડેલૂ દ્વારા પિપિંગ સેરેમની યોજાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૮ એપ્રિલ ર૫, જામનગર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કુલ ૧૧ આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (એ.એસ.આઈ.)ને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પી.એસ.આઈ.) તરીકે ખાતાકીય બઢતી મળતાં પોલીસ બેડામાં ઉત્સાહની લહેર ફેલાઈ ગઈ છે. આ પ્રસંગને વધુ યાદગાર બનાવવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ દ્વારા “પિપિંગ સેરેમની”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ બઢતી પામેલા અધિકારીઓને તેમના નવા હોદ્દાની બેજ લગાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા.બઢતી પામેલા પોલીસ કર્મચારીઓમાં (૧) સીટી એ પો.સ્ટે.ના કરણસિંહ પ્રવિણસિંહ જાડેજા, (૨) સીટી બી પો.સ્ટે.ના અજયભાઇ ભીમજીભાઇ ચાવડા, (૩) સીટી બી પો.સ્ટે.ના વિરલભાઈ ધનાભાઈ રાવલીયા, (૪) સીટી બી પો.સ્ટે.ના સરમણભાઈ રામાભાઈ ચાવડા, (૫) લાલપુર પો.સ્ટે.ના ચંપાબેન ધિરેન્દ્રભાઇ વાઘેલા, (૬) સીટી સી પો.સ્ટે.ના ધારાબેન જિતેન્દ્રભાઈ જોષી, (૭) સીટી એ પો.સ્ટે.ના હિતેશભાઇ મેરામણભાઈ ચાવડા, (૮) જોડીયા પો.સ્ટે.ના રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, (૯) પંચ બી પો.સ્ટે.ના મનોજભાઈ પ્રતાપભાઇ મોરી, (૧૦) સીટી સી પો.સ્ટે.ના રાજસીભાઇ માંડણભાઇ ડુવા અને (૧૧) જામજોધપુર પો.સ્ટે.ના ઉષાબા પ્રવિણસિંહ પરમારનો સમાવેશ થાય છે.પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂએ તમામ બઢતી પામેલા અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા, અને તેમની નવી ફરજો માટે શુભેચ્છાઓ આપી હતી.  આ પ્રસંગે અન્ય પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બઢતી પામેલા પોલીસ કર્મીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.