જામનગરમાં ધોળે દહાડે મહિલાના ગળામાંથી સોનાના ચેઇન ઝુંટવી ગઠીયા છુંમંતર : CCTV આવ્યા સામે

0
3

જામનગરના હીરજી મિસ્ત્રી રોડ પર ઘોળે દહાડે એક વૃદ્ધ મહિલા ના ગળામાંથી રૂપિયા દોઢ લાખના સોના ના ચેઇન ની ચીલ ઝડપ

  • નંબર પ્લેટ વગરના એક્સેસ સ્કૂટરમાં આવેલા બે ગઠિયાઓ ગળામાંથી ચેઇન ઝુંટવી છુંમંતર થયા : પોલીસ દ્વારા શોધખોળ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬, માર્ચ ૨૫ જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર એક એપાર્ટમેન્ટના ગેઇટ પાસે પોતાના પૌત્રને રમાડી રહેલા ૬૫ વર્ષના વૃદ્ધ મહિલાના ગળામાંથી ધોળે દહાડે નંબર પ્લેટ વગરના સ્કૂટરમાં આવેલા બે અજાણ્યા શખ્સો રૂપિયા દોઢ લાખ ની કિંમતના સોનાના ચેઇન ની ચીલ ઝડપ કરી ભાગી છૂટ્યા હતા. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બંને ગઠીયાઓ સીસીટીવી માં કેદ થયા હોવાથી તેના ફુટેજ ના આધારે શોધખોળ ચલાવાઇ રહી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર જે.કે. ટાવર પાછળ અરિહંત એપાર્ટમેન્ટ ના બ્લેક નંબર ૧૩ માં રહેતા દક્ષાબેન જીવરાજભાઈ નંદાણીયા નામના ૬૫ વર્ષના વૃદ્ધ મહિલા કે જેઓ ગત ૧૧મી તારીખે બપોરે પોણા બાર વાગ્યાના આરસામાં પોતાના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં દરવાજા પાસે બે વર્ષના પૌત્ર નંદને ખોળામાં બેસાડીને રમાડી રહ્યા હતા.જે દરમિયાન એક્સેસ સ્કૂટરમાં મોઢે રૂમાલ બાંધીને બે ગઠિયાઓ આવ્યા હતા, અને એડ્રેસ પૂછવાનાવાને બહાને નજીક આવ્યા પછી પોતાની સાથે વાતચીત કર્યા બાદ ગળામાં પહેરેલો સોનાનો ચેઇન ખેચી લઈ નંબર પ્લેટ વગરના સ્કૂટરમાં બંને ગઠિયાઓ રફુચક્કર થઈ ગયા હતા.ત્યારબાદ તેઓએ બુમાબુમ કરી હતી, પરંતુ તે પહેલા બંને ગઠિયાઓ ભાગી છૂટવામાં સફળ થયા હોવાથી આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસમાં મથકમાં લઈ જવાયો હતો, અને દક્ષાબેન ની ફરિયાદના આધારે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.પોલીસ દ્વારા હિરજી મિસ્ત્રી રોડ પરના કેટલાક સીસીટીવી કેમેરાના ફૂટેજ નિહાળ્યા હતા. જેમાં ઉપરોક્ત બંને ગઠીયાઓ સ્કૂટરમાં ચિલ ઝડપ કરીને ભાગી રહેલા જોવા મળ્યા હતા. જે ફૂટેજ ના આધારે બંનેને શોધવાની પોલીસ દ્વારા કવાયત કરવામાં આવી રહી છે.