જામનગર : ચક્યારી પિસ્તોલ કેસમાં ‘આરીફ ‘ સહિતના નિર્દોષ

0
7

જામનગરમાં પીસ્તોલ , કાર્ટીઝ કબ્જામાંથી મળી આવ્યાના કેસમાં આરોપીઓને નિદોર્ષ મુકત કરતી નામદાર અદાલત

  • પાડીયાદ પોલીસ સ્ટેશનના રીમાંડના કામે આવેલ પોલીસે રીમાંડના કામે રેઈડ કરતા પીસ્તોલ અને કાર્ટીજ મળી આવેલ હતી

  • સરકારી સ્ટાફ સિવાય અન્ય કોઈ સ્વતંત્ર સાક્ષીના નિવેદન લીધા નથી તેમજ પંચોનું સર્મથન નથી : ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈ

દેશ દેવી  ન્યૂઝ તા ૨૬ માર્ચ ૨૫  કેશની હકિકત એવી છે કે, પાળીયાદ પોલીસ સ્ટેશનના PSI  આર.એન.વરાણીનાઓએ અશોકગીરી જેન્તીગીરી બાવાજી વાળાને પીસ્તોલ સાથે સુરત ખાતે અટક કરવામાં આવેલ અને તેમની રીમાંડની માંગણી નામ.અદાલતમાં કરવામાં આવેલ અને આ પકડાયેલા આરોપીની રીમાંડ દરમ્યાન પુછપરછ કરતા આ પીસ્તોલ તેમને આરીફ નામના જામનગર વાળા વ્યકિત પાસેથી ખરીદ કરેલ હોવાની માહીતી જણાવેલ હતી.જેથી પી.એસ.આઈ. દ્વારા જામનગર ખાતે આવી અને આ આરીફ ખફીના વાડામાં રેઇડ કરેલ અને રેઇડ દરમ્યાન આ આરીફ ખફીએ તેમના વાડામાંથી ડાટેલી પીસ્તોલ અને કાર્ટીજ કાઢી આપેલ જેથી PSI દ્વારા જામનગર ખાતે આ આરીફ જુમા ખફી ત્યા ફીરોજ ખેરાણી તેમજ અશોકગીરી ગૌસ્વામી તેમજ ગોવિંદ પરમાર વિગેરે વાળાઓ સામે હથિયાર વેંચાણ કરવા અને ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં હથીયારો રાખવાનો ગુન્હો નોંધેલ આ ગુન્હામાં ચાર્જશીટ થઈ ગયેલ અને કેશ ચાલી જતાં આ કેશમાં તમામ સાક્ષી સાહેદો પોલીસ કર્મચારીઓની તપાસ કરવામાં આવેલ અને આ કેશમાં આર્મ્સ ચકાસનાર આમર્રની પણ તપાસ કરવામાં આવી હતીતમામ સાહેદ સાક્ષીઓએ ફરીયાદને સમર્થન કરતી જુબાની આપેલ, ત્યારબાદ કેસ દલીલ ઉપર આવતા આ કેશમાં ફરીયાદ પક્ષે એવી દલીલો કરવામાં આવેલ કે, રીમાંડમાં જે આરોપી પકડાયેલ હતો તેમને પણ આ આરીફ જુમાભાઈ ખફી પાસેથી હથિયાર લેવાની હકિકતો જણાવેલ અને નામ.અદાલતના ઓર્ડર મુજબ પી.એસ.આઈ. જામનગર તપાસમાં આવેલ અને તે તપાસ દરમ્યાન આ આરોપીઓએ પોતાના કબજામાંથી જીવંત કાર્ટીજ અને પીસ્તોલ મળી આવેલ છે, તેથી આરોપી સામે કેશ ફરીયાદીએ સાબીત કરેલ છે, જેથી આરોપીઓને સજા થવી જોઈએ, જેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, PSI દ્વારા માત્ર ફરીયાદ આપેલ હોય, અને રીમાંડ દરમ્યાન આ હથીયાર આરોપીના કબજામાંથી મળી આવેલ છે અને તમામ સાહેદ સાક્ષીઓએ તેનું સમર્થન આપેલ છે, તેટલા માત્રથી આરોપીને સજા કરવી જોઈએ અને ફરીયાદ પક્ષે કેસ સાબીત કરેલ છે, તેવું માની શકાય નહી,પરંતુ જે વિસ્તારમાંથી આ હથીયાર મળી આવેલ છે, તે વિસ્તાર ખુબજ ભરચક રહેણાંકના ઘર ધરાવતો વિસ્તાર છે અને જયાથી હથીયાર મળી આવેલ છે, તે હથીયારની માલીકીના કોઈ દસ્તાવેજો કબજે કરેલ નથી, અને માત્ર અને માત્ર પોલીસ સ્ટાફ સિવાય અને સરકારી કર્મચારી સિવાય કોઈ જ અન્ય સાક્ષીઓ કે, જે સ્વતંત્ર સાક્ષી કહી શકાય તેવા કોઈ જ નિવેદનો નોંધવામાં આવેલ નથી અને તેની તપાસ પણ કરવામાં આવેલ નથી, અને આ જે હથીયાર કબજે કરવામાં આવેલ છે, તેના પંચોએ પણ ફરીયાદને સમર્થન આપેલ નથી, જેથી આ ફરીયાદમાં સજા થઈ શકે તેમ ન હોય, અને ફરીયાદ પક્ષ નિ:શંક ફરીયાદ પુરવાર કરેલ નથી, તેથી આરોપીને નિદોષ ઠરાવી છોડી મુકવા જોઈએ આમ, નામ.અદાલતે સમક્ષ હકિકતો રેકર્ડ ધ્યાને લઈ અને આરોપી આરીફ જુમાભાઈ ખફી , ગોવિંદભાઈ તળશીભાઈ પરમારને નિદોર્ષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ આ કેસમાં આરોપીઓ તરફે  વિદ્વાન ધારાશાસ્ત્રી  રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની , હરદેવસિંહ આર.ગોહીલ , રજનીકાંત આર. નાખવા , નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.