જામનગર ના કિશાન ચોકમાં સુમરા યુવાન પર છરી ધોકા વડે ૪ શખ્સો નો હુમલો

0
4

જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં રહેતા સુમરા યુવાન પર જુની અદાવતના કારણે છરી-ધોકા વડે હુમલો : ૪ સામે ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩, માર્ચ ૨૫ જામનગર માં કિસાન ચોક વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા હુસેનભાઇ ગફારભાઈ ખફી નામના ૩૫ વર્ષના સુમરા યુવાને પોતાના ઉપર જૂની અદાવત ના કારણે છરી અને ધોકા પડે હુમલો કરી લોહી નીતરતી ઇજા પહોંચાડવા અંગે રમેશ ભીખાભાઈ ચોરસીયા, ભરત રમેશભાઈ ચોરસીયા, વિશાલ ચોરસીયા અને રમેશભાઈનો અન્ય પુત્ર વગેરે સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપીને અગાઉ મનદુઃખ થયું હતું, જેના અનુસંધાને ગઈકાલે ચારેય આરોપીઓએ લોખંડનો પાઇપ છરી જેવા હથીયાર સાથે ધસી આવ્યા હતા, અને હુમલો કરી દીધો હતો. જેથી ફરિયાદી યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે. જે મામલામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.