ધ્રોલ તાલુકાના દેડકદડ ગામમાં કડબ વાઢી રહેલા એક ખેડૂત બુઝુર્ગનું હૃદય બંધ પડી જતાં અપમૃત્યુ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧, માર્ચ ૨૫ જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના દેડકદડ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ખેડૂતનું પોતાની વાડીમાં ગદબ વાઢતી વખતે એકાએક હાર્ટ એટેક આવી જતાં મૃત્યુ નીપજયું છે.આ બનાવની વિગત એવી છે કે ધ્રોળના દેડકદડ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પરસોત્તમભાઈ ચકુભાઈ પાદરીયા નામના ૬૨ વર્ષના ખેડૂત બુઝુર્ગ કે જેઓ ગઈકાલે બપોરે ૨.૩૦ વાગ્યાના અરસામાં પોતાની વાડીમાં ગદબ વાઢવાનું કામ કરતા હતા, જે દરમિયાન તેઓને એકાએક હાર્ટ એટેક આવી જતાં બે શુદ્ધ બન્યા હતા.
જેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. જે બનાવ અંગે મૃતકના પુત્ર પરેશ પરસોત્તમભાઈ પાદરીયા એ પોલીસને જાણ કરતાં ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે. એસ. દલસાણીયા હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.