જામનગરના ધ્રોલમાં આર્થિક સંકળામણના કારણે યુવાનનો આપધાત

0
4

જામનગર જિલ્લાના ધ્રોલમાં લુહારી કામ કરતા એક યુવાનનો આર્થિક સંકળામણના કારણે ગળાફાંસા દ્વારા આપઘાત

  • પુત્રના મૃતદેહ ને પંખામાં લટકતો જોઈને પિતા પણ બેશુદ્ધ બન્યા બાદ સારવારમાં ખસેડાયા : પરિવારમાં ગમગીની

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૯ માર્ચ ૨૫, જામનગર જિલ્લાના ધ્રોલમાં વૃંદાવન સોસાયટીમાં ભારે કરુણાજનક કિસ્સો સામે આવ્યો છે. લુહારી કામ કરતા ૨૨ વર્ષીય યુવકે પોતાનો કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક સંકળામણ ના કારણે ગળા ફાંસો ખાઈ લીધો હતો. જેને લટકતો જોઈને તેના પિતા પણ બેશુદ્ધ બન્યા હતા, અને હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવને લઈને પરિવારમાં ગમગીની છવાઈ છે.આ બનાવની વિગત એવી છે કે ધ્રોલમાં વૃંદાવન સોસાયટીમાં રહેતા અને જોડિયા રોડ પર લુહારિકામ અને વેલ્ડીંગ કામની દુકાન ચલાવતા નિલેશ ભાલચંદ્રભાઇ કવૈયા નામના ૨૨ વર્ષના લુહાર જ્ઞાતિના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમાં ચાદર બાંધી ગળા ફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.જે દ્રશ્ય જોઈને તેના પિતા ભાલચંદ્રભાઇ હેબતાઈ ગયા હતા, અને તેઓ પણ બેશુદ્ધ થઈને ઢળી પડ્યા હતા. જેમને આડોશી પાડોશી એ સારવાર માટે ધ્રોલમાં પહોંચાડ્યા હતા અને સમગ્ર પરિવાર અને આસપાસના વિસ્તારમાં ગમગીની છવાઈ હતી.જોકે મોડેથી ભાલચંદ્રભાઇ ભાનમાં આવી ગયા બાદ ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ જાડેજા બનાવના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયા હતા, અને તેઓનું નિવેદન નોંધ્યું હતું.જેમાં પોતાના પુત્ર નિલેશ કે જેનો છેલ્લા કેટલાક સમયથી કામ ધંધો બરાબર ચાલતો ન હોવાના કારણે આર્થિક સંકળામણ અનુભવતો હતો, અને તેના કારણે આ પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું. જે સમગ્ર બાબતે પોલીસ વધુ તપાસ ચલાવે છે.