જામનગર એરપોર્ટ પર વધુ એક ધર્મ ધુરંધર બાગેશ્વર બાબાનું આગમન

0
1

જામનગર એરપોર્ટ પર વધુ એક ધર્મ ધુરંધર બાગેશ્વર બાબાનું આગમન

  • વનતારા’ નિહાળવા જામનગર આવી પહોંચ્યા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ માર્ચ ૨૫ , જામનગરમાં રિલાયન્સનાં અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવોનાં વિશ્વનાં સૌથી મોટા રેસ્ક્યુ સેન્ટર તથા કૃત્રિમ નિવાસ સ્થાન ‘વનતાર’ નિહાળવા માટે એક પછી એક દેશના મહાનુભાવો, ધર્મગુરુઓ વગેરે જામનગર આવી રહ્યા છે. જેનો સિલસિલો અવિરત ચાલુ રહ્યો છે. અને જામનગરના એરપોર્ટ પર વીવીઆઈપી અવરજવર ચાલુ રહી છે.પરમ દિવસે શ્રી શ્રી રવિશંકર વનતારા આવ્યા પછી ગત મોડી રાત્રે શ્રી બાગેશ્વર ધામનાં મહંત અને ચમત્કારીક શક્તિઓવાળા બાગેશ્વર બાબા તરીકે પ્રસિદ્ધ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પણ વનતારા નિહાળવા જામનગર આવી પહોંચ્યા હતા.જામનગર એરપોર્ટ પર મોડી રાત્રે તેઓનું આગમન થયું હતું, જેને પગલે તેમનાં અનુયાયીઓ અને સનાતન ધર્મપ્રેમીઓમાં ઉત્કંઠા વ્યાપી ગઇ હતી. અને રાત્રે જામનગરના એરપોર્ટ પર કેટલાક સમર્થકો જોવા મળ્યા હતા તેઓએ એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ રિલાયન્સ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓ મોટર માર્ગે વનતારા પહોંચ્યા હતા, જ્યાં આજે દિવસ દરમિયાન તેઓની વનતારા ની મુલાકાત ચાલી રહી છે.