જામનગરના નવીન એસ.ટી વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું

0
1

કેબિનેટ મંત્રી  રાઘવજીભાઈ પટેલ તથા  મુળુભાઇ બેરાના હસ્તે રૂ. 6 કરોડ થી વધુના ખર્ચે નિર્મિત થનાર જામનગરના નવીન એસ.ટી.વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું

  • જુના બસ સ્ટેન્ડના વિકલ્પ તરીકે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આવતીકાલ તા. 17 માર્ચથી હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત થશે-મંત્રી મુળુભાઇ બેરા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૬ માર્ચ, ૨૫ જામનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ.603.08 લાખના ખર્ચે જામનગર ખાતે બાંધવામાં આવનાર નવીન એસ.ટી.ડેપો વર્કશોપનો રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા શ્રી મુળુભાઇ બેરાના હસ્તે ખાતમુહૂર્ત સમારોહ યોજવામાં આવ્યો હતો.રાજ્ય સરકાર દ્વારા જામનગર એસ.ટી.વિભાગને ફાળવવામાં આવેલ રૂ.603.08 લાખના ખર્ચ થકી આર.સી.સી.ફ્રેમ સ્ટ્રક્ચર વાળા સુવિધાયુક્ત નવીન એસ.ટી.વર્કશોપનું 17, 623 ચો.મી. જગ્યામાં આગામી સમયમાં નિર્માણ થશે જેમાં ડેપો મેનેજર ઓફિસ, એડમીન રૂમ, ટાયર રૂમ, બેટરી રૂમ, સ્ટોર રૂમ, વર્કર રેસ્ટ રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, વોટર રૂમ સહિતની આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે કેબિનેટ મંત્રી  મુળુભાઈ બેરાએ જણાવ્યું કે જામનગરનું વર્ષો જૂનુ બસ સ્ટેન્ડ અને તેને સંલગ્ન એસ.ટી.વર્કશોપ 17 હજાર ચો.મી. થી વધુ જગ્યામાં નિર્માણ પામશે.તેમજ મુસાફરોને આ દરમિયાન હાલાકી ન પડે તે માટે જુના બસ સ્ટેન્ડના વિકલ્પ તરીકે શહેરની મધ્યમાં આવેલ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આવતીકાલ તા. 17 માર્ચથી હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત કરવામાં આવશે.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા શ્રીમતી રિવાબા જાડેજા, ડેપ્યુટી મેયર  ક્રિષ્નાબેન સોઢા, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન  મુકુંદભાઈ સભાયા, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, શાશક પક્ષના નેતા આશિષભાઈ જોશી, આગેવાન સર્વ વિનુભાઈ ભંડેરી, બીનાબેન કોઠારી, વિભાગીય નિયામક બી.સી.જાડેજા, વિભાગીય પરિવહન અધિકારી  જે.વી.ઇસરાણી ,વહીવટી અધિકારી  જે.વી.કણઝારીયા, નાયબ ઈજનેર  એ.ડી.મહેતા, હિસાબી અધિકારી  બી.જે.ભીમાણી, ડેપો મેનેજર એન.બી.વરમોરા, મહાનગરપાલિકાના નગરસેવકો સહિત બહોળી સંખ્યામાં એસ.ટી.વિભાગના કર્મચારીઓ, એસ ટી નિગમના ત્રણેય યુનિયનના પદાધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.