જામનગર ટ્રાફીક પોલિસના વાહન ચેકિંગમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી નો પર્દાફાશ

0
4

જામનગરની ટ્રાફિક શાખા દ્વારા ગઈ રાતે વાહન ચેકિંગ દરમિયાન બાઇકમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી પકડાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ માર્ચ ૨૫, જામનગરની ટ્રાફિક શાખા દ્વારા ગઈ રાતે દરેડ બાયપાસ ચોકડી નજીકના વિસ્તારના વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન એક બાઈકમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી પકડાઈ હતી.ટ્રાફિક શાખા ના પીએસઆઈ એ.એચ.ચોવટ અને તેમની ટીમ ગઈ રાત્રે દરેડ બાયપાસ રોડ પર એપલ ગેટ નજીકના વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહી હતી, જે દરમિયાન એક બાઈક ને અટકાવીને તેની તલાસી લેતાં તેમાંથી ઇંગ્લિશ દારૂની ચાર નંગ બાટલીઓ મળી આવી હતી.બાઇક ચાલકને તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ રાજુ મઘોડિયા હોવાનું અને દરેડ વિસ્તારમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. પોતે ઇંગ્લીશ દારૂ આયાત કરીને લઈ જતો હતો, જે દરમિયાન પોલીસના હાથે પકડાઈ ગયો હતો. જેની સામે દારૂબંધી ભંગ અંગે ગુન્હો નોંધવામાં આવ્યો છે, અને બાઈક તેમજ દારૂ વગેરે કબજે કરાયા છે.