જામનગરની એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતિ એકાએક લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩, માર્ચ ૨૫ જામનગરના અંધાશ્રમ વિસ્તારમાં ચેમ્બર કોલોની પાસે રહેતી અને વાલકેશ્વરી નગરીમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી સ્નેહલબેન મુકેશભાઈ પરમાર નામની ૨૫ વર્ષની અપરણિત યુવતી પોતાના ઘેરથી નીકળીને નોકરીએ જવાનું કહીને ગયા પછી એકાએક લાપતા બની હતી, અને પરત ફરી ન હતી.
પરિવારજનો દ્વારા ખાનગી હોસ્પિટલ તેમજ તેના અન્ય સગા સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી, પરંતુ યુવતીનો કોઈ પત્તો સાંપડ્યો ન હતો, જ્યારે તેણીનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.
આખરે યુવતીના પિતા મુકેશભાઈ દ્વારા જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુમનોંધ કરાવવામાં આવી છે. જેને પોલીસ શોધી રહી છે.