જામનગર જિલ્લા જેલરની ઓચિંતી રાજપીપડા બદલી : ગેરકાયદે મુલાકાત પ્રકરણ કારણભૂત

0
4

જામનગર ની જેલમાં કેદી સાથે ગેરકાયદે મુલાકાત ગોઠવી આપવાનું વિવાદી પ્રકરણ : જેલર ની બદલી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. પ માર્ચ ૨૫ જામનગર ની જેલ સમયાંતરે ચર્ચા ના ચાકડે ચઢતી રહે છે. તાજેતર જેલ માં રહેલા આરોપી ની ગેરકાયદે મુલાકાત કરાવવામાં ભૂંડી ભૂમિકા ભજવનાર જામનગર ના જેલર ની તપાસ ના અંતે તાકીદ ની અસર થી રાજપીપળા માં બદલી કરી નાખવામાં આવી છે.ગત તા. ૩૧-૧-ર૦રપ ના ત્રણ શખ્સો એ જામનગર જિલ્લા જેલ માં પ્રવેશ કર્યો હતો, અને બે કેદીઓ સાથે મુલાકાત કરી હતી. આ અંગે ની માહિતી મળતા જ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ એ તપાસ શરૂ કરી હતી, અને જેલ ના સીસીટીવી કેમેરા ના ફૂટેજ તપાસ્યા હતા. જેમાં અનિરૂદ્ધસિંહ જાડેજા, રાજકોટ ના ભૂપત ભરવાડ અને અન્ય એક શખ્સ જેલમાં પ્રવેશતા જોવા મળ્યા હતાં. અને જેલર ની ચેમ્બર માં રજાક અને યશપાલસિંહ સાથે મુલાકાત કરી હતી.આ ગેરકાયદે મુલાકાતમાં જેલર એમ.એન. જાડેજા ની ભૂમિકા પ્રકાશમાં આવી હતી. આથી જિલ્લા પોલીસ વડા એ રિપોર્ટ રાજ્યના ગૃહ વિભાગ ને મોકલ્યો હતો. જેના આધારે જેલર એમ.એન. જાડેજા ની રાજપીપળામાં બદલી કરી નાખી છે. આ ઉપરાંત દિવ્યરાજસિંહ જાડેજા ની અમરેલી ઓપન જેલ માં બદલી કરી નાખવામાં આવી છે. આ પ્રકરણમાં હજુ પણ કેટલાક આકરા પગલા ની શક્યતા પણ દર્શાવાઈ રહી છે.આ ત્રણેય ને જેલ નો એક કર્મચારી બહાર સુધી લેવા માટે આવ્યો હતો અને કોઈ પણ પ્રકાર ની રજીસ્ટર માં નોંધ કર્યા વગર જેલ ની અંદર લઈ જવાયા હતાં. જેલરે ગેરકાયદેસર રીતે બન્ને કેદીઓ ને બેરેક માંથી બહાર કાઢયા હતાં.અને આ મુલાકાત ગોઠવી દેવામાં આવી હતી જો કે, જામનગર જિલ્લા જેલના જેલર એમ.એન. જાડેજા એ બચવા માટે પ્રયત્ન કર્યો હતો અને રાજ્ય ના જેલવવડા ને પત્ર પાઠવી બચાવ કરતા ખુલાસો કર્યો હતો કે, અનિરૂદ્ધસિંહ જાડેજા અને ભૂપત ભરવાડ રક્તદાન કેમ્પનું નિમંત્રણ આપવા માટે આવ્યા હતાં. જેની નોંધ પણ કરી હતી પરંતુ સીસીટીવી ફૂટેજમાં તેનો ખુલાસો થયો હતો. આમ આ મુદ્દો પોલીસ વિભાગમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.હાલ જામનગર ની જેલ માં જેલર તરીકે પાલનપુર થી વી પી ગોહિલ ને મૂકવામાં આવ્યા છે.