વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો માટે પીએમ મોદીએ એક હજાર કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી.

0
169

વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો માટે પીએમ મોદીએ એક હજાર કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી.

મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. જ્યારે ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત

અમદાવાદ : ગુજરાતમાં ઝફીસફિંય વાવાઝોડાએ સર્જેલી તબાહી બાદ પીએમ નરેન્દ્ર મોદી આજે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. તેમણે અસરગ્રસ્ત જિલ્લાઓ જેમકે ભાવનગર, અમરેલી, દીવ, ગીર સોમનાથનું હવાઇ નિરીક્ષણ કરી કર્યું હતું. આ પછી તેમણે સીએમ વિજય રૂપાણી સહિત પાંચ જેટલા ઉચ્ચ અધિકારીઓ સાથે વાવાઝોડાને અંગે વિશેષ મંત્રણા કરી હતી. આ બેઠક પછી પીએમ મોદીએ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો માટે એક હજાર કરોડની સહાયની જાહેરાત કરી છે.

મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. જ્યારે ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. રાજ્યમાં થયેલા નુકસાન માટે કેન્દ્રની ટીમો ગુજરાત આવતી રહેશે.

પીએમ મોદી સાથે અમદાવાદ એરપોર્ટ ખાતેની વીઆઇપી લોન્જમાં યોજાયેલી મિટિંગમાં સીએમ વિજય રુપાણી, ચીફ સેક્રેટેરી અનિલ મુકીમ, સીએમના ચીફ પ્રિન્સિપલ સેક્રેટેરી કે. કૈલાશનાથન, રેવન્યુ અઈજ પંકજ કુમાર સહિત અન્ય બે ઉચ્ચ અધિકારી હાજર રહ્યા હતા.

ડિઝાસ્ટર વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ ટાઉતે વાવાઝોડાના પરિણામે રાજ્યમાં અંદાજે 3000 કરોડનું નુકસાન થયું છે. જેમાં પાવર સેકટરમાં 1400 કરોડ, ખેતીવાડીમાં 1200 કરોડ, રોડ બિલ્ડીગ ક્ષેત્રે 50 કરોડ અન્ય ક્ષેત્રે અંદાજે 350 કરોડના નુકસાનનો અંદાજ છે.

રાજ્યમાં વાવાઝોડાના કારણે મૃત્યુઆંક 45 પર પહોંચ્યો છે. આ મૃત્યુ મકાન ધસી પડવાથી, ઝાડ પડવાથી, દીવાલ તૂટવાથી, તો કરંટ લાગવાથી થયાના સમાચાર મળી રહ્યાં છે. અમરેલીમાં 15 મોત થયા છે. આ સિવાય ભાવનગરમાં 8 મોત, ગીર સોમનાથમાં 8 મોત, અમદાવાદમાં કુલ 5 મોત, ખેડામાં 2ના મોત, જ્યારે આણંદ, વડોદરા, સુરત, વલસાડ, રાજકોટ, નવસારી અને પંચમહાલમાં 1-1 મૃત્યુ થયા છે.