જામનગરમાં સાત રસ્તા સર્કલ નજીકથી ૪૦ વર્ષીય અજ્ઞાત યુવકનો મૃતદેહ સાંપડ્યો
-
પ્રાથમિક તપાસમાં યુવાન જમ્મુ કાશ્મીરનો હોવાનો અને કુદરતી મૃત્યુ થયું હોવાનું જણાઈ આવતા તપાસનો દોર લંબાવાયો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧ માર્ચ ૨૫ , જામનગરમાં સાત રસ્તા સર્કલ પાસે આવેલા એક પેટ્રોલ પંપ નજીકથી ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં ૪૦ વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.આ બનાવવા અંગે પેટ્રોલ પંપમાં નોકરી કરતા ઈકબાલભાઈ દોસ્તમહમદ દરજાદા એ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન ના પી.એસ.આઇ. વી.બી.બરબસિયા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી,
જ્યારે તેની ઓળખ કરવા માટે મૃતદેહને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના કોલ્ડ રૂમમાં રાખ્યો છે.મૃતક યુવાનને શરીરે ઇજા થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. જેથી તેનું મૃત્યુ કયા સંજોગોમાં થયું છે, તે જાણવા માટે પોસ્ટ મોર્ટમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.