જામ્યુકો એસ્ટેટ વિભાગના હંગમી કર્મચારી ઉપર પ્રાણઘાતક હથીયારો સાથે સ્કોર્પીયો લઈ ફિલ્મી ઢબે હત્યાના પ્રયાસના ગુન્હામાં સંડોવાયેલા આરોપીની આગોતરા જામીન અરજી ના-મંજુર કરતી નામદાર અદાલત
-
આરોપી હનુમાન ગેઈટ પોલીસ ચોકીમાં ઈ-ગુજ-કોપમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે વર્ષોથી માનદ સેવા આપે છે, તેવી રજુઆતો આરોપી પક્ષે થયેલ હતી
-
કોર્ટ માં લાંબા ચાલેલા કાનૂની જંગમાં એડવોકેટ રાજેશ ગોસાઇની ધારદાર દલીલોના અંતે કોર્ટે આગોતરા જામીન અરજી રદ કરી હતી
દેશ દેવી ન્યૂઝ તા. ૨૮ ફેબ્રુઆરી ૨૫ આ કેશની હકિકત એવી છે કે, જામનગર ખાતે વસવાટ કરતા અને જામનગર મહાનગર પાલીકાના એસ્ટેટ શાખામાં હંગામી નોકરી કરતા કુલદીપસિંહ કીરીટસિંહ પરમાર રાત્રીના સમયે ક્રિષ્ટલ મોલ પાસે બેઠા હતા ત્યારે નાગરાજસીંહ રણજીતસીહ જાડેજાએ ફોન કરી અને બેફામ ગાળો આપેલ અને થોડીવાર બાદ ક્રિષ્ટલ મોલમાં સ્ક્રોપીયો કાર લઈ અને ફિલ્મી ઢબે નાગરાજસીંહ અને તેમના સાથેના અજાણ્યા શખ્સોએ છરી પાઈપ જેવા ધાતક હથીયારો સાથે ઉતરી અને આ હથીયારોથી કુલદીપસીહ ઉપર હુમલો કરી અને પડખામાં છરી મારેલ અને પાઈપથી પણ માર મારી અને ગંભીર ઈજાઓ કરેલ આથી કુલદીપસિંહ ને મારી નાખવાના ઈરાદે આ પ્રકારે હુમલો થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં તેમની ખુબજ ગંભીર પ્રકારની ઈજાઓની સારવાર કરવામાં આવી હતીઆવેલ અને આરોપી નાગરાજ સિંહ અન્ય અજાણ્યા સખ્સો વિરૂધ્ધ બી.એન.એસ.ની કલમ ૧૦૯ (૧) વિગેરે મુજબનો જાનથી મારી નાખવાની કોશીશ અંગેનો ગુન્હો નોંધવામાં આવેલ, આ ગુન્હાના કામે નાગરાજ સિંહ ની ધરપકડ થયેલ અને ત્યારબાદ અજાણ્યા શખ્સ તરીકે નિતીન ઉર્ફે મંથન દિનેભાઈ વાધેલાઓનું નામ ખુલેલ અને તેમને નામદાર અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ, તેમાં જણાવેલ કે, મુખ્ય આરોપી નાગરાજસિંહે પોલીસને કહેલ છે કે, આ બનાવમાં તેમનો કોઈ રોલ નથી અને તેમને કોઈ હથિયારોથી હુમલો પણ કરેલ નથી અને ઈજાઓ પણ કરેલ નથી અને તે અંગેના સીસીટીવી ફુટેઝ પણ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.
દલીલ કરેલ કે, નિતીન ઉર્ફે મંથન ૨૦૧૬ થી પોલીસ ડીપાર્ટમેન્ટમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે માનદ સેવાઓ આપી રહેલ છે અને પોલીસ પરીક્ષા ઉર્તીણ પણ થયેલ છે અને સરકારી નોકરીની તૈયારઓ કરી રહ્યા છે, ત્યા બનાવ અંગેના સીસીટીવી ફુટેજ પણ વાયરલ થયેલ હતા તેમાં પણ નિતીન ઉર્ફે મંથનનો કોઈ રોલ સાબીત ન થતો હતો, આ જામીન અરજી અંગે મુળ ફરીયાદી કુલદીપસીંહ તરફે વાંધાઓ રજુ કરવામાં આવેલ અને દલીલો કરવામાં આવેલ કે, સરાજાહેર ફિલ્મી ઢબે મોટરકારમાં આવેલ હોય અને સરાજાહેર આતંકી રીતે આ પ્રકારે ગંભીર હથીયારોથી જીવલેણ ઈજાઓ કરવામાં આવેલ છે અને તેના કારણે ફરીયાદીને લાંબા સમય સુધી સારવામાં રહેવું પડેલ છે અને જો આ આરોપીઓને આગોતરા જામીન આપવામાં આવશે તો સમાજમાં આ પ્રકારની પ્રવૃતીઓ કરનારા આરોપીઓને પ્રોત્સાહન મળશે અને આ આરોપીનો પ્રથમ દર્શનીય રોલ હોવાનું ધ્યાને આવે છે, માત્ર અને માત્ર તેઓ સરકારી પરીક્ષાઓની તૈયારી કરતા હોય અને સીસીટીવી ફુટેઝમાં તેમનું કોઈ રોલ દેખાતો ન હોય, માત્ર તેઓ હાજર હતા તેટલું નામદાર અદાલતમાં રેર્કમાં આવી ગયેલ છે, તે પુરતું છે, તે સંજોગો ધ્યાને લઈ અને તેમની હાજરી બનાવના સ્થળે હોવાનું એડમીશન હોય, તે તમામ રજુઆતો ધ્યાને લઈ અને આ કામના આરોપી નિતીન ઉર્ફે મંથન દીનેશભાઈ વાધેલાની આગોતરા જામીન અરજી રદ કરવાનો નામ.અદાલતે હુકમ કરેલ, આ કેશમાં ફરીયાદ પક્ષે કુલદીપસીંહ કિરીટસીંહ પરમાર તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, ત્થા નિતેષ જી. મુછડીયા રોકાયેલા હતા.