જામનગર રબારી સમાજ યુવા સંઘ દ્વારા સચીનભાઈ રબારીની આગેવાની માં પોરબંદર ખાતે સમુહ લગ્નોત્સવમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
-
જામનગર રબારી સમાજના અગ્રણી સચીનભાઈ ચાવડા (રબારી) ની આગેવાની માં ૧૬૦ જેટલી બોટલ બ્લડ એકત્ર કરાયું હતું
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૪ ફેબ્રુઆરી ૨પ તાજેતરમાં પોરબંદર ખાતે રબારી સમાજ સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતો, આ લગ્નોત્સવમાં જામનગર રબારી સમાજ યુવા સંઘ દ્વારા અગ્રણી સચીનભાઈ ચાવડાનીઆગેવાની માં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા સમાજના યુવાનો , વડીલ તેમજ મહિલાઓ એ રક્તદાન કરી ઉમદા સેવા કાર્ય કર્યું હતું
આ બ્લડ ડોનેશનનું દિપ પ્રાગટય ઓળદર મઢના ભુવા આતા શ્રી અમરેરા આતા ના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું જેમા રબારી સમાજ દ્વારા મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરવામાં આવેલ આ સાથે સતાપર મઢના ભુવા આતા શ્રી અમરા આતાના હસ્તે બ્લડ ડોનેશન કરનારને સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવેલ છે.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સચિનભાઈ રબારી , દિનેશભાઈ આલ ભીમાભાઈ ભારાઈ ભગાભાઈ કટારા રમેશભાઈ કરોતરા વિક્રમભાઈ ભારાઈ કરન રાડા મનિષભાઈ ભારાઈ મીઠાભાઈ કોડીયાતર અશોકભાઈ ઘેલીયા જતિન હરણ સંજય કટારા જેઠાભાઈ પટેલ અરજનભાઈ મોરી ભુપતભાઈ મોરી કરસનભાઈ ચાવડા ખીમાભાઈ રાડા સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.