જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં ખુલ્લી છરી સાથે હંગામો મચાવનારા દંપતી સામે પોલીસે ગુન્હો નોંધ્યો
-
સીટી બી. ડિવિઝન પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી તપાસના ચક્રો ગતિમાન કરી હંગામો મચાવનારા દંપત્તિને અટકાયતમાં લઈ લીધા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩, ફેબુ આરી ૨૫ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં પરમદિને રાત્રે એક દંપત્તિ દ્વારા ખુલ્લી છરી સાથે ભારે હંગામો મચાવાયો હતો. અને તોડફોડ કરી સિક્યુરિટી વિભાગ સાથે બબાલ કરાઈ હતી જે પ્રકરણમાં સીટી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે, અને ગણતરીના કલાકોના આરોપી દંપતીની અટકાયત કરી લીધી છે.જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના નવા બિલ્ડીંગ માં પરમ દીને રાતે એક શખ્સ અને તેની પત્ની દ્વારા ખુલ્લી છરી સાથે ધસી આવી સૌ પ્રથમ પહેલા માળે દેકારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ખુલ્લી છરી સાથે નીચે ધસી આવી સિક્યુરિટી વિભાગના ટેબલ વગેરેને ઉંધા પાડી દઈ નુકસાની પહોંચાડી હતી, અને ફરજ પર હાજર રહેલા સિક્યુરિટી ના જવાનો સાથે પણ ભારે ધમાચકડી કરી હતી.જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી.
આખરે આ પ્રકરણને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયું હતું, અને જી.જી. હોસ્પિટલ ના સિક્યુરિટી વિભાગમાં નોકરી કરતા ખોડાભાઈ અવસરભાઈ કાસુન્દ્રા એ બ્લોચ નામના શખ્સ અને તેની પત્ની સામે હંગામો મચાવી તોડફોડ કરવા અંગે તેમજ ધાક ધમકી આપવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદ ના અનુસંધાને સીટી બી ડિવિઝન ના પી.આઈ. પી.પી.ઝા ખુદ હરકતમાં આવી ગયા હતા, અને બનાવવાની ગંભીરતા સમજીને હનુમાન ગેઇટ પોલીસ ચોકીના પી.એસ.આઇ. એમ.વી.ઓડેદરા અને તેમની ટીમ સાથે તાત્કાલિક અસરથી જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને સીસીટીવી કેમેરા ના ફૂટેજ વગેરે મેળવી લીધા બાદ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ હંગામો મચાવનાર દંપતિ સહેજાદ ઉર્ફે દંતો બલોચ તેમજ સાહિસ્તા શહેઝાદભાઈ ને શોધી કાઢી બંનેની અટકાયત કરી છે, અને તેઓ પાસેથી છરી કબજે કરી લીધી છે. તેઓને કાયદાનું ભાન કરાવ્યું છે.મહિલા આરોપી દ્વારા પણ સિક્યુરિટી વિભાગના સ્ટાફ સામે ખોટી છોડતી ના કેસમાં ફીટ કરવા ની ધમકીઓ અપાઇ હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. પોલીસે દંપતિ સામે બીએનએસ કલમ ૧૧૫ (૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તથા જીપીએકટ કલમ ૧૩૫ (એક) મુજબ ગુનો નોંધ્યો છે.