સમગ્ર જામનગર જીલ્લાના લોકો પાણીનો સંગ્રહ કરી રાખે: જીલ્લા કલેકટર

0
612

સમગ્ર જામનગર જીલ્લાના લોકો પાણીનો સંગ્રહ કરી રાખે: જીલ્લા કલેકટર

વાવાઝોડાની આગાહીના પગલે જીલ્લા કલેકટર ઓડિયો રીલીઝ કરી લોકોને ચેતવ્યા

પૂરતા પ્રમાણમાં પાણી પૂરવઠો હોવા છતાં વીજ વિક્ષેપના કારણે પાણી વિતરણમાં અગવડતા થઇ શકે: જીલ્લા કલેકટર

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર

જામનગર સહિત રાજયના દરિયાકાંઠે હાલ ‘તાઉતે’ વાવાઝોડાની દહેશત ઉભી થઇ છે, જેને પહોંચી વળવા જામનગર સહિત સમગ્ર રાજયનું વહિવટીતંત્ર યુઘ્ધના ધોરણે તૈયારી કરી રહ્યું છે ત્યારે આજે મોડી સાંજે જીલ્લા કલેકટર રવિશંકરે સમગ્ર જામનગર જીલ્લાના લોકોને એક ઓડિયો મારફત પાણીનો સ્ટોક કરી રાખવા અપીલ કરી છે.
જામનગર જીલ્લાના નાગરિકોને અપીલ કરતા જીલ્લા કલેકટરે જણાવ્યું છેકે, હાલ વાવાઝોડાની પરિસ્થિતિને કારણે કદાચ આગામી 1-2 દિવસ વીજળી નહીં હોવાના કારણે શહેર-જીલ્લામાં પાણી વિતરણમાં થઇ શકશે નહીં, જામનગર જીલ્લાના તમામ નાગરીકો પાણીનો એકસ્ટ્રા સંગ્રહ કરી રાખે, ખાસ કરીને પીવાના પાણીનો જથ્થો ઘરમાં વધુ સંગ્રહ કરે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, પૂરતા પ્રમાણમાં પાણી પૂરવઠો હોવા છતાં વીજ વિક્ષેપના કારણે પાણી વિતરણમાં અગવડતા થઇ શકે તેમ છે.

આ સમસ્યાને પહોંચી વળવા લગત અધિકારીઓને જીલ્લા કલેકટરે સૂચનાઓ પણ આપી હોવાનું જાણવા મળેલ છે.