જામનગરમાં ટુંક સમય માં મેગા ઓપરેશન ડીમોલિશન ની તંત્ર ની તૈયારી
-
જામનગર નાં બર્ધન ચોક ,દરબારગઢ.,માંડવી ટાવર ની ટ્રાફિક સમસ્યા ના કાયમી ઉકેલ માટે તંત્ર ની કવાયત : નદી નાં પટ માં થયેલ દબાણો પણ દૂર થશે
-
આજે મ્યુનિ.કમિશનર -જિલ્લા પોલીસ વડા સહિત નાં કાફલા એ સ્થળ મુલાકાત લીધી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૨ જાન્યુઆરી ૨૫ જામનગર ના બર્ધન ચોક., માંડવી ટાવર વિસ્તાર માં ફેરીયા અને પથારા વાળાઓ જાહેર રોડ ઉપર ટ્રાફિક ને અડચણરૂપ થાય તે રીતે ધંધો કરતા હોવા થી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.જેના અનુસંધાને આજે મહાનગરપાલિકાના કમિશનર અને જિલ્લા પોલીસવડા સહિત ના વિશાળ કાફલા એ સ્થળ મુલાકાત લીધી હતી. અને સર્વેક્ષણ કર્યું હતું. આ સાથે જ નદીના પટમાં થયેલા ગેરકાયદે દબાણ ને દૂર ખસેડવા માટે પણ અધિકારીને કાફલા એ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. મતલબ કે આગામી ટૂંક સમયમાં જ જામનગરમાં મોટાપાયે સાફ સુફી થવાના એંધાણો વર્તાઈ રહ્યા છે.જામનગર માં બર્ધનચક વિસ્તાર માં કાયમી ટ્રાફિક સમસ્યા સર્જાય છે , સમયાંતરે મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા દબાણો ને દૂર કરવામાં આવે છે. પરંતુ બીજા દિવસ થી ફરી અહી ફેરિયાઓ ધંધાર્થી ઓ ત્યાં ગોઠવાઈ જતા હોય છે. આથી માથાના દુખાવા રૂપ આ સમસ્યાના નિરાકરણ માટે તંત્ર એ નક્કર આયોજન કર્યું છે. જેના ભાગરૂપે આજે મહાનગરપાલિકાના કમિશનર ડી એન મોદી , એસ પી પ્રેમસુખ ડેલુ ,નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા , કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા , ડીવાયએસપી શ્રી ઝાલા ,પી આઇ શ્રી ચાવડા મનપા નાં અન્ય અધિકારી એન આર દીક્ષિત , સુનિલ ભાનુશાલી ,યુવરાજસિંહ ઝાલા તેમજ વિશાળ પોલીસ કાફલો સહિત ના ઓ દ્વારા આજે બર્ધન ચોક વિસ્તાર ની મુલાકાત લેવા માં આવી હતી. અને ટ્રાફિક સમસ્યા ના કાયમી નિરાકરણ માટે સર્વે હાથ ધોરવામાં આવ્યું હતું. ખાસ કરીને બર્ધન ચોક માં એક હંગામી ચોકી ઉભી કરવામાં આવશે. જ્યાં પોલીસ અને મહાનગરપાલિકા ના કર્મચારી હાજર રહેશે. અને દબાણ કરતાં ફેરિયા ,દબાણ કરનારા ને ત્યાં થી દૂર ખસેડવામાં આવશે. ઉપરાંત શાક માર્કેટ થી દરબારગઢ સુધી ના રોડ માં ડિવાઇડર બનાવવામાં આવશે.મળતી માહિતી મુજબ દરબારગઢ વાળી સમગ્ર બિલ્ડિંગમાં કવર્ડ ફૂટપાથ ની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ કેટલાક દુકાનદારો દ્વારા પોતાની દુકાન નો માલ સામાન બહાર ગોઠવી દઈને ફૂટપાથમાં પણ દબાણ કરવામાં આવ્યું છે.આજે પણ મહાનગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાંથી ફેરીયાઓને અને રેકડી ધારકોને દૂર કરવામાં આવ્યા હતા અને સમગ્ર વિસ્તારને ખુલ્લો કરાવવા માં આવ્યો હતો.
આ ઉપરાંત નદીના પટમાં ગેરકાયદે અસંખ્ય દબાણો કરવામાં આવ્યા છે. પરિણામે વરસાદી પાણી ના વેણ રોકાય છે , અને અમુક લોકો ના ઘર માં વરસાદી પાણી ઘૂસે છે. આ સમસ્યાના નિરાકરણ માટે પણ આયોજન થઈ રહ્યું છે. એટલે કે ટૂંક સમયમાં આ વિસ્તારમાં મોટા પાયે ઓપરેશન ડિમોલેશન હાથ ધરવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.
મળતી માહિતી મુજબ નદીના પટ નજીકના બચુ નગર પાસેના કેટલાક દબાણ કારો ને મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.ટૂંકમાં શેહેર નાં બર્ધન ચોક વિસ્તાર ની ટ્રાફિક સમસ્યા તેમજ વરસાદી પાણીના વેણ રોકાવાની સમસ્યા નાં કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર કવાયત કરી રહ્યું હોવા નું જાણવા મળે છે.