જામનગરના સિક્કામાં 8 વર્ષની બાળકીની હત્યા : શર્મસાર કિસ્સો

0
3770

જામનગર તાલુકાના સિક્કામાં મામા-ભાણેજને શર્મસાર કરતો અતિ ચકચાર જનક કિસ્સો

  • કુટુંબી ભાણેજ આઠ વર્ષની બાળકી સાથે કુટુંબી મામાએ શારીરિક અડપલાં કર્યા બાદ માથું પછાડી હત્યા નીપજાવ્યાની ઘટના સામે આવતાં ભારે ચકચાર

  • બાળકીની માતાની ફરિયાદ ના આધારે કુટુંબી મામા સામે હત્યા તેમજ પોકસો સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી અટકાયતમાં લીધો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ જાન્યુઆરી ૨૫ જામનગર તાલુકાના સિક્કા ગામમાં આઠ વર્ષની બાળકીને તેના જ કુટંબી મામાએ શારીરિક આડપલાં કર્યા પછી તેણીનું માથું પછાડી હત્યા નિપજાવ્યા ની ઘટના સામે આવતાં ભારે અરેરાટી પ્રસરી છે. અને મામા સામે ફિટકાર ની લાગણી વરસી રહી છે.આ બનાવની વિગત એવી છે કે મૂળ મીઠાપુરની વતની હિંદુ વાઘેર યુવતી કે જેના બે માસ પહેલા છુટાછેડા થઇ જતાં તેણી મીઠાપુર છોડીને છેલ્લા ૨ માસથી પોતાની ત્રણ પુત્રીઓને લઈને સિક્કામાં રહેતા તેના કુટુંબી મોટા બાપુ ડોસાજી માણેક ના દીકરા અને માસી રૂપાબેન ના દીકરા નીતિનભાઈ માણેક ને ઘેર રહેવા માટે આવી ગઈ હતી. અને ત્યાં ત્રણેય બાળકીઓ સાથે રહેતી હતી.દરમિયાન આઠ વર્ષની નાની બાળકી કે જેને તેનો કુટંબી મામો નીતિન માણેક હેરાન પરેશ કરતો હતો. આઠ વર્ષની બાળકી કપડામાં જ પેશાબ કરી લેતી હોવાથી નીતિન તેને અવારનવાર મારકુટ કરતો હતો. ત્યારબાદ તેણી સાથે શારીરીક અડપલાં પણ કરતો હતો. જે અંગે બાળકીએ માતા ને ફરિયાદ કરતાં બાળકીની માતાએ મામાને ઠપકો આપ્યો હતો, પરંતુ તેણે ઉશ્કેરાઈ જઇ માસુમ બાળકીને અને માતા બંનેને પતાવી દેવાની ધમકી આપી હતી.દરમિયાન ગઈકાલે સિક્કામાં ભરતી ગુજરી બજારમાં માતા ખરીદી અર્થે ગઇ હતી, દરમિયાન પાછળથી તેની આઠ વર્ષની પુત્રીને મામા નીતિને શારીરિક અડપલા કર્યા બાદ માર મારી દિવાલ સાથે અને જમીનમાં માથું પછાડીને ઘાયલ કરી હતી. જેથી તેણી બેશુદ્ધ બની ગઈ હતી.માતાએ ઘરે આવ્યા બાદ માસુમ બાળકીને લઈને સિક્કા હોસ્પિટલે લઈ જતાં તેણી મૃત્યુ પામી હોવાનું જાહેર કર્યું હતું. જેથી માતા તેની અન્ય બે પુત્રીઓ ત્રણેયએ હૈયાફાટ રૂદન કર્યું હતું, અને સમગ્ર મામલો સિક્કા પોલીસ મથકમાં લઈ જવાયો હતો.

જયાં ૮ વર્ષની માસમ બાળકીની હત્યા નીપજાવવા અંગે અને તેણીની સાથે શારીરીક અડપલા કરવા અંગે બાળકીની માતાની ફરિયાદના આધારે કુટુંબી મામા એવા નિતીન માણેક સામે સિક્કા પોલીસે પોકસો તેમજ હત્યા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુના નોંધી તેની અટકાયત કરી લીધી છે. આ બનાવે સિક્કામાં ભારે ચકચાર જગાવી છે.