જામનગરની મહિલાને ફોન ઉપર વારંવાર હેરાન કરતા બોટાદના શખસ સામે ફરિયાદ.

0
563

જામનગરની મહિલાને ફોન ઉપર વારંવાર હેરાન કરતા બોટાદના શખસ સામે ફરિયાદ.

અલગ-અલગ નંબરથી મહિલાને ફોન કરીને બિભત્સ માંગણી આપતો હતો.

આરોપી શખસ મહેશ ગુજરાત રાજ્યમાં અલગ અલગ જીલ્લાઓના આશરે 40 જેટલા મહિલા કાઉન્સેલરોને વોટ્સએપ મેસેજ કરી હેરાનગતિ કરેલ હોવાનુ ખુલ્યું છે.

મહિલા કાઉન્સેલર્સને બિભત્સ વાંધાજનક મેસેજ કરતો.

જામનગર: જામનગરના હાલાર હાઉસ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી રેસીડેન્સી વીંગ-બી ફ્લેટ નં.201માં રહેતા દર્શનાબેન નારણભાઇ વારા નામની મહિલાએ બોટાદમાં રહેતા મહેશભાઇ કરશનભાઇ ઘાઘરેટીયા નામના શખસ સામે વારંવાર વ્હોટસએપ કોલ તેમજ ફોન કરીને બિભત્સ માંગણી અને ગાળો આપતો હોવાની ફરિયાદ નોંધાવી છે.

આ મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, બોટાદનો મહેશ ઘારેટીયા દર્શનાબેનના મોબાઇલ ઉપર પોતાના જુદા-જુદા મોબાઇલ નં-9558489724 તથા 8511349981 તથા 7265979837 તથા 8866213051ના વોટસએપ પરથી અવાર-નવાર મેસેજ તથા વોટસએપ વોઇસ કોલ તથા વીડીયોકોલ કરી ગાળો આપતા હોય તેમજ મહીલાબેનની લાજ લેવાના ઇરાદે બીભત્સ માંગણી કરતા હોય તેમજ વોટસએપ વીડીયોકોલ કરી શરીરના ભાગ બતાવી અશ્ર્લિલ હરકત કરતો હતો જે સબબ દર્શનાબેને ઉપરોકત્ત શખસ વિરૂઘ્ધ સીટી-બીમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસે દર્શનાબેનની ફરિયાદ દાખલ કરી આરોપી શખસ મહેશ વિરૂઘ્ધ ગુન્હો આપીસી કલમ-354(ક),504,509 તથા આઇ.ટી.એકટ કલમ-66એ,67એ મુજબ ગુન્હો દાખલ કરી વિધિવત તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ તથા ગઢડા ખાતેના પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર ખાતેના મહિલા કાઉન્સેલરોને વોટ્સએપ દ્વારા બિભત્સ મેસેજ કરી, બિભત્સ માંગણી કરેલ હોય તેમજ ગંદી ગાળો લખીને મોકલતા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તપાસ કરતા બોટાદ એલસીબીની ટીમના માણસો અલગ અલગ ટીમો બનાવી ટેક્નીકલ સેલની મદદ લઇ ટેક્નીકલ સર્વેલન્સની વિગતો મેળવી એક ઇસમ મહેશભાઇ કરશનભાઇ ઘાઘરેટીયા, ઉ.વ.20, રહે.બોટાદ, ઠે.ખોડીયાર નગર, સાંઇબાબાના મંદિર પાસે, તા.જી.બોટાદ રહે. મુળ બુબાવાવ ગામ, તા. રાણપુર જી. બોટાદ વાળાને પકડી પુછપરછ કરતા પોતે આ ગુનો કર્યાની કબૂલાત કરતા ઈસમ પાસેથી જુદી જુદી કંપનીના સીમકાર્ડ તથા મોબાઇલ નંગ-4 જેમાં ત્રણ મોબાઈલ ખશ રેડમીના અને એક નોકિયાનો સાદો ફોન તથા 4 સીમ કાર્ડ મોબાઈલની અંદર અને 6 સીમ કાર્ડ ખુલ્લા કુલ-10 સીમ કાર્ડ સાથે કિં.રૂ.10,500 નો મુદૃામાલ સાથે ઝડપી લીધો હતો.

આ ઈસમની વધુ પૂછપરછ કરતા બોટાદ અને ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના મહિલા કાઉન્સેલરો સિવાય ગુજરાત રાજ્યમાં અલગ અલગ જીલ્લાઓના આશરે 40 જેટલા મહિલા કાઉન્સેલરોને વોટ્સએપ મેસેજ કરી હેરાનગતિ કરેલ હોવાનુ ખુલ્યું હતું, જેમાં બોટાદ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો, રાજકોટ શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. આમ કુલ બોટાદ એલસીબીએ ચાર ગુના ડિટેક્ટ કરવામાં સફળતા મળી હતી.

આ કામના આરોપી હીરાના કારખાને જતા હોય ત્યાં સાથી કામદારોના મોબાઇલ નંબરોના વોટ્સએપના ઓ.ટી.પી. નંબર લઇને તે નંબરનું વોટ્સએપ પોતાના મોબાઇલમાં શરૂ કરતો હતો અને આ અલગ અલગ નંબરથી મહિલા કાઉન્સેલર્સને બિભત્સ વાંધાજનક મેસેજ કરતો હતો. જેમાં બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના ગુનામાં ઇ.પી.કો કલમ 354(એ)(ડી), 294, 504,509 તથા આઈ.ટી.એકટ કલમ 66(સી), 67(એ) મુજબના ગુના દાખલ કરી વધુ તપાસ માટે બોટાદ મહિલા પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યો છે.