જામનગરમાં અંબર ચોકડી પાસે આવેલી કેનાલમાં કચરાના ઢગલામાં આગ થી દોડધામ: ફાયરે આગ બુઝાવી
-
કેનાલ નજીક કેટલીક દુકાનો આવેલી હોવાથી આગના કારણે એસી વગેરેમાં નુકસાની થવાના ભયને લીધે વેપારીઓ દોડ્યા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ જાન્યુઆરી ૨૪, જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી પાણી અને કચરાની કેનાલમાં પડેલા ઢગલામાં ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં અચાનક આગ લાગી હતી, અને આગના લબકારાઓ અને ધુમાડા ના ગોટેગોટા નજરે પડ્યા હતા.આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખા નો ટિમ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે આગને બુઝાવી હતી.જે સ્થળે આગ લાગી હતી, તે કેનાલને અડી ને કેટલીક દુકાનો આવેલી હોવાથી અને દુકાન ની પાછળ એર કન્ડિશન મશીન વગેરે લગાવેલા હોવાથી વેપારીઓમાં નુકસાની અંગે દોડધામ થઈ હતી, પરંતુ સમયસર આગ બુજાવી દેવામાં આવી હોવાથી સર્વે એ હાશકારો અનુભવ્યો હતો.