જામનગર : કાલાવડના સરવાણીયા ગામે ૧૬ વર્ષની સગીરા નું અપહરણ

0
2

કાલાવડ નજીક સરવાણીયા ગામમાંથી ૧૬ વર્ષની સગીરા નું અપહરણ : બાલંભડી નો શખ્સ ઉઠાવી ગયા ની ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ જાન્યુઆરી ૨૫, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સરવાણીયા ગામમાં રહેતી એક સગીરાનું અપહરણ થઈ ગયું છે, અને બાલંભડી નો એક શખ્સ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાના ઇરાદે ઉઠાવી ગયો હોવાની ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં નોંધાવાઇ છે.કાલાવડ તાલુકાના સરવણીયા ગામમાં રહેતી ૧૬ વર્ષથી એક સગીરા પોતાના ઘેરથી એકાએક લાપત્તા બની ગઈ હતી.પરિવારજનો દ્વારા અનેક સ્થળે શોધખોળ કર્યા પછી તેણીનું અપહરણ થઈ ગયું હોવાનું અને કાલાવડ તાલુકાના બાલંભડી ડેમ પાસે નેસડા વિસ્તારમાં રહેતો ધનાભાઈ રાજવીરભાઈ માલાણી નામનો શખ્સ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવા ના ઈરાદા થી ઉઠાવી ગયો હોવાનું માલુમ પડતાં મામલો કાલાવડ ટાઉન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.સગીરાની માતાએ બાલંભડીના ધનાભાઈ રાજવીરભાઈ માલાણી સામે પોતાની પુત્રીનું અપહરણ કરી જવા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની શોધ ખોળ હાથ ધરી છે.