જામનગર મહાનગરપાલિકા દ્વારા બે મોબાઈલ ટેક્સ કલેક્શન વેન નું લોકાર્પણ કરાયું

0
1

જામનગર મહાનગરપાલિકા દ્વારા બે મોબાઈલ ટેક્સ કલેક્શન વેન નું લોકાર્પણ કરાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૦ જાન્યુઆરી ૨૫ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નું ” ડીજીટલ ઇન્ડિયા ” સ્વપ્ન સાકાર કરવા તથા “સરકાર આપનાં દ્વારે ” જેવા નાગરીકો ની સેવાનો અભિગમ પરિપૂર્ણ કરવા માટે જામનગર શહેરના કરદાતાઓ ઘરે બેઠા ટેક્સ ભરપાઈ કરી શકે તે માટે ઓકટોબર – ૨૦૧૫ માં મોબાઈલ ટેક્સ વેન ચાલુ કરવામાં આવેલ હતી. જે સુવિધામાં વધુ બે મોબાઈલ ટેક્સ કલેક્શન વેન નો ઉમેરો કરવામાં આવ્યો છે.જામનગર મહાનગરપાલિકા દ્વારા ઈ-ગવર્નન્સ અંતર્ગત ઓનલાઈન પેમેન્ટ, બેંક થ્રુ પેમેન્ટ, ત્રણ સિવિક સેન્ટરો ઉપરાંત મેઈન કેશ કલેક્શન સેન્ટરોમાં વેરો વસુલવામાં આવે છે. જામનગર શહેરની હદ વધતાં દુરનાં વિકસતા વિસ્તારોમાંથી જે સોસાયટીનાં લોકો કેશ કલેક્શન માટે નજીકનાં સિવિક સેન્ટરો એ ટેક્સ ભરપાઈ કરવા ન આવી શકે તેવા વિસ્તારનાં લોકો પોતાના વિસ્તારમાં ટેક્સ ભરપાઈ કરી શકશે.આ વેન ની ઓપરેશન અને મેઈન્ટેનન્સ કોસ્ટ પબ્લીક પ્રાયવેટ પાર્ટનરશીપ નાં મોડ ઉપર આઈ.સી.આઈ.સી.આઈ. બેંક દ્વારા પૂરી પાડવામાં આવશે. આ સુવિધાનો લાભ લેવા જાહેર જનતા ને અનુરોધ કરવામાં આવે છે. ટેક્સ અને ચાર્જીસનું નિયમિત ચુકવણું કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસુરીયા , ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી , ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા સ્ટે.ચેરમેન નિલેષભાઈ કગથરા , કમિશનર ડી.એન. મોદી ,.શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા ,.શાસક પક્ષ નેતા આશિષભાઈ જોષી અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.“ઓન-કોલ ટેક્સ કલેક્શન” ની સુવિધાનાં ભાગરૂપે કરદાતાઓની બાકી મિલ્કત વેરા/વોટરચાર્જની રકમ ઘર બેઠા ફોન કરવાથી આપનાં ઘરે આવી મિલ્કત વેરા / વોટરચાર્જની રકમ કેશ/ચેકથી સ્વીકારી, તે જ સમયે તેની પહોંચ આપવામાં આવશે. આ સુવિધાઓનો લાભ લેવા માટે તમામ કરદાતાઓ એ ઓફીસ અવર્સ દરમ્યાન કેશીયર વૈભવ મહેતા (મો.નં. ૭૯૯૦૨ ૦૧૦૫૨) પર આપની મિલ્કતનાં નવા એસેસી નંબર આપવાથી બાકી રકમ અંગે વેરીફાઈ કરી આપની બાકી મિલ્કત વેરા/વોટરચાર્જની રકમ આપનાં સ્થળ પર આવી વેરો સ્વીકારવામાં આવશે.