જામનગરનો ચકચારી હથીયાર કેસ : ગેરકાયદે હથિયારના કેશમાં આરોપીઓનો નીર્દોષ છુટકારો ફરમાવતી જામનગર સેસન્સ કોર્ટ
-
કાનૂની જંગમાં ૧૫ (પંદર) મૌખીક તથા ૧૦ (દશ) દસ્તાવેજી પુરાવાઓ રજુ થયા હતા
-
વિદ્વાન ધરાશાસ્ત્રી અશોક જોષીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવ્યો હતો
દેશ દેવી ન્યૂઝ તા ૩૦ ડિસેમ્બર ૨૪ આ કેશની ટુકમાં વીગત એવી છે કે, ૨૫/૦૮/૨૦૧૦ ના રોજ પોલીસને મળેલી ખાનગી બાતમી મુજબ બે ઈસમો બહારથી આધુનીક હથીયાર લઈ અને વેચવા આવે છે જેથી પોલીસ દવારા પંચો ન હાજર રાખી અને રેઈડ કરતા બે ઈસમો પોલીસ ને જોઈને બાવળમાં ભાગવાનો પ્રયાસ કરેલ જેમાંથી એક ઈસમ પકડાય ગયેલ અને એક ઈસમ ભાગી ગયેલ પકડાય ગયેલ ઈસમનું નામ મુનરાજ મોતાભાઈ હાજાણી અને ભાગી ગયેલ ઈસમનું નામ ઈકબાલ વલીમામદ સફીયા જાહેર થયેલ હતુંજેથી આરોપીઓ સામે સરકાર તરફે ફરીયાદ આર્મસ એકટ ની કલમ ૨૫(૧)(એ) (૧-એ-એ) તથા ૨૮ મુજબ જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ અને તપાસના અંતે મુનરાજ હાજાણી વીરૂધ્ધ નામદાર કોર્ટમાં ચાર્જસીટ કરવામાં આવેલ અને થોડા સમય બાદ અન્ય આરોપી ઈકબાલ વલીમામદ સફીયા ની અટક કરેલ અને તેઓ સામે પણ ચાર્જસીટ કરવામાં આવેલ અને તે બંન્ને કેસોને નામદાર સેસન્સ કોર્ટમાં કમીટ કરવામાં આવેલ અને એડી.સેસન્સ જજ એસ.સી.વેમુલ્લા સાહેબની કોર્ટમાં ચાલેલ
ઉપરોકત કેસ ચાલી જતા આ કામના આરોપીઓ મુનરાજ મોતાભાઈ હાજાણી તથા ઈકબાલ વલીમામદ સફીયા વીરૂધ્ધ ચાર્જ ફ્રેમ કરી અને ટ્રાયલ ચાલેલ જેમાં ફરીયાદ પક્ષ દવારા પોતાનો કેશ સાબીત કરવા માંટે કુલ ૧૫ (પંદર) મૌખીક તથા ૧૦ (દશ) દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ હતા અને કેસ સાબીત થયેલ છે અને આરોપીઓ ને મહતમ સજા કરવા સરકાર તરફે રજુઆત કરવામાં આવેલ આરોપીઓ પૈકી ઈકબાલ વલીમામદ સફીયા તરફે તેમના વકીલ અશોક એચ. જોશી દવારા એવી રજુઆત કરવામાં આવેલ કે પંચનામાઓ પુરવાર થયેલ નથી અને પ્રોસીકયુરન પોતાનો કેશ શંકારહીત શાબીત કરી શકેલ નથી.
બંન્ને પક્ષો ની દલીલો સાભળી એડી.સેસન્સ જજ એસ.સી વેમુલ્લા સાહેબ દ્વારા અરોપીઓને નિર્દોષ છુટકારો ફરમાવવામાં આવેલ ઈકબાલ વલીમામદ સફીયા તરફે એડવોકેટ અશોક એચ. જોશી રોકાયેલ હતા.