સૌરાષ્ટ્રમાં સર્વ પ્રથમ લાકડાની ભઠ્ઠી જામનગરના મોક્ષ મંદિરમાં મુકાશે

0
2

છોટી કાશી ના ગાંધીનગર મોક્ષ મંદિર સ્મશાન ગૃહ ખાતે નવી સુવિઘા ઉપલબ્ધ કરાવાઇ

  • જામનગરમાં લાકડાથી માનવ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે આધુનિક ભઠ્ઠી અને નવી અંતિમ યાત્રા બસનું રવિવારે લોકાર્પણ

  • સૌરાષ્ટ્રમાં સર્વ પ્રથમ લાકડાની ભઠ્ઠી જામનગર માં આવેલા મોક્ષ મંદિર માં મુકાશે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.ર૭ ડીસેમ્બર ૨૪, જામનગરના ગાંધીનગર સ્થિત મોક્ષ મંદિર સ્મશાન ગૃહ ખાતે આગામી રવિવારે બે નવી સૂવિઘાઓનો લોકાર્પણ સમારોહ આયોજીત કરવામાં આવ્યો છે.ગાંધીનગર સ્મશાન ગૃહને અંતિમ યાત્રા બસ મસાલા ઉત્પાદન કરતી જાણીતી કંપની મધુસુદન મસાલા લિમીટેડ તરફથી સામાજીક ઉત્તરદાયિત્વના ભાગરૂપે અર્પણ કરવામાં આવી છે.આ ઉપરાંત લાકડાથી માનવ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે આઘુનિક પધ્ધતિથી તૈયાર કરાયેલી ભઠ્ઠી ” સ્વર્ગારોહણ’ ગાંધીનગર સ્થિત મોક્ષ મંદિર સ્મશાન ગૃહ ખાતે બેસાડવામાં આવી છે. આ નવી પધ્ધતિની ભઠ્ઠીમાં મૃતદેહના લાકડાથી અંતિમ સંસ્કાર માટે સમયની સાથે લાકડાના જથ્થાનો પણ મોટો બચાવ થાય છે જેથી પર્યાવરણ મિત્રરૂપ આ ભઠ્ઠી જામનગરમાં રવિવારથી શરૂ થશે. જે સૌરાષ્ટ્રમાં સર્વપ્રથમ બની રહેશે. આ ભઠ્ઠીના દાતા તરીકે સરદાર ઈન્દરપાલ સિંધ કરતાર સિંઘ પરિવારે સહયોગ આપ્યો છે.

આ બન્ને નવી સુવિધાઓનો લોકાર્પણ સમારોહ તા.૨૯-૧૨-૨૦૨૪ ના રવિવારે સવારે ૧૦-૩૦ કલાકે ગાંધીનગર મોક્ષ મંદિર સ્મશાન ગૃહ ખાતે આયોજીત કરવામાં આવ્યો છે જેમાં નવી અંતિમયાત્રા બસનું લોકાર્પણ દાતા પરિવારના દયાળજીભાઈ વનરાવનભાઈ કોટેચાના હસ્તે થશે જયારે લાકડાની ભઠ્ઠીનું લોકાર્પણ જામનગરના ગુરુદ્વારાના ગ્રંથીજી ભાઈસાહેબ પ્રકાશ સિંધજીના વરદ હસ્તે કરવામાં આવશે.આ પ્રસંગે જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુર્યા, સ્થાયી સમિતીના અધ્યક્ષ નિલેષભાઈ કગથરા અને અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રુમખ જીતુભાઇ લાલ તેમજ દાતા પરિવારના સભ્યો ખાસ ઉપસ્થિત રહેશે.